મિત્રો, જેમ-જેમ ઉંમરની એક પછી એક ક્ષણ પૂર્ણ થતી જાય છે તેમ-તેમ તમારુ શરીર પણ અનેકવિધ પ્રકારના બદલાવ સર્જે છે. આ બદલાવ ની સાથે જવાબદારીઓમા પણ વૃદ્ધિ થાય છે, જેના કારણે આપણે ઘણા કાર્ય કરવા પડે છે. વળી પોતાની જીવનશૈલીમા પરિવર્તન લાવવુ પણ કઈ એટલુ પણ સરળ નથી હોતુ.

લગ્ન કર્યા પછી દરેક વ્યક્તિના મનમા એક જ વાત હોય કે, હવે બાળક માટે વિચારવુ જોઈએ પરંતુ, આ સમયે જ મનમા એક બીજો પ્રશ્ન આવે છે કે, શુ તે બાળક ની જવાબદારી ઉપાડવા માટે તૈયાર છે? જો કે, પ્રશ્ન નો જવાબ એ દરેક વ્યક્તિ માટે એકસરખો ના હોય શકે.
જુદા-જુદા લોકો માટે આ સમય ઉંમરના જુદા-જુદા તબક્કે હોય શકે. બાળક નુ આયોજન કરતા પહેલા તમારે તમારી કારકિર્દી , ભાવિ આયોજન , સમય અને સૌથી અગત્યનું તમારી ઉંમર અને આરોગ્ય જેવા પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ.
દરેક સ્ત્રી ને માતા બનવાનો અહેસાસ સારો લાગે છે અને આ સાથે મહિલાઓ માતા બનવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત હોય છે. ગર્ભવતી થયા પછી સ્ત્રીએ પોતાની જાત વિશે વિશેષ કાળજી લેવી પડે છે, આ માટે તેણીએ પોતાની રહેણીકહેણી ની સાથે સાથે આહારની પણ કાળજી લેવી પડે છે.
માતા બનવું એ દરેક સ્ત્રીના જીવન નો સૌથી ખુશ ક્ષણ હોય છે. આ યાદગાર ક્ષણ, જે દરેક સ્ત્રીને માતૃત્વ ની અનુભૂતિ કરાવે છે, તે હંમેશાં રાહ જોતી રહે છે જ્યારે તે જાણશે કે ટૂંક સમયમાં જ તે વિશ્વમાં એક નવું જીવન લાવશે. પરંતુ બધું ઘણી વખત બરાબર હોવા છતાં, આ ક્ષણ કેટલીક સ્ત્રીઓના જીવનમાં ઘણી મોડી આવે છે અથવા ઘણી અવરોધો છે.
ગર્ભાવસ્થા સ્ત્રીઓ માટે એક ખૂબ જ મુશ્કેલ સમય છે. આ સમય દરમિયાન સ્ત્રીએ પોતાની વિશેષ સારસંભાળ રાખવી પડે છે નહીતર તેણે સીઝરિયન ની અત્યંત દુઃખદાયી પીડામાંથી પસાર થવુ પડે છે. સોળ દેશોની બાર હજાર પાંચસો મહિલાઓ પર કરવામા આવેલા અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે, જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કસરત કરે છે અને સ્વસ્થ આહાર લે છે તે મહિલાઓની સામાન્ય ડિલિવરી થાય છે.
આ ઉપરાંત આ સમય દરમિયાન ખૂબ જ ચરબીયુક્ત ચીજવસ્તુઓ નુ સેવન ના કરવુ. આ ઉપરાંત વધારે ખાંડવાળા ખોરાક થી દૂર રહો. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સનુ સેવન પણ ટાળો. મહિલાઓ એ ગર્ભાવસ્થા દરમિયાન કમ સે કમ ૩૦ મિનિટ સુધી એરોબિક્સ ની કસરત કરવી જોઈએ. આમા દોડવુ , નૃત્ય કરવુ અને સ્વીમીંગ જેવી તમામ ક્રિયાઓ શામેલ છે પરંતુ, જો તમને તમારુ શરીર અસ્વસ્થ લાગે છે, તો કસરત બંધ કરો.
એ વાત પણ ધ્યાનમા લેવુ જોઈએ કે, ગર્ભાવસ્થા દરમિયાન કસરત ની તીવ્રતા હોતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન યોગાસનો કરવાથી પણ ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણી બધી શાકભાજી અને ફળો ખાવાની ભલામણ પણ કરવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કઠોળની સ્વચ્છતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે ઉપરોક્ત બાબતો નુ યોગ્ય રીતે અનુસરણ કરો તો તમારે સિઝેરિયન ડીલેવરી ની સમસ્યા નો સામનો કરવો પડતો નથી અને ડીલીવરી સામાન્ય રીતે થાય છે.