અમદાવાદ
પુરવઠા મંત્રી જવાબ આપો ગરીબોનો ઘઉ ક્યાં ગયો- ભાજપ સરકારે ગરીબોના પેટ પર માર્યુ પાટુ – ઘઉની સર્જાઇ અછત !
પુરવઠા મંત્રી જવાબ આપો ગરીબોનો ઘઉ ક્યાં ગયો- ભાજપ સરકારે ગરીબોના પેટ પર માર્યુ પાટુ – ઘઉની સર્જાઇ અછત !
ભાજપ સરકારે ગરીબના પેટ પર માર્યુ પાટુ- ઘઉની સર્જાઇ અછત !
રાજ્યમાં ઘઉની અછત સર્જાઇ છે,જેની માર રેશનકાર્ડ ધારકો ઉપર પડી છે, નિયમ પ્રમાણે વ્યક્તિ દીઠ સાઢા ત્રણ કિલો ઘઉના બદલે મે માસમાં ચુપચાપ ઘઉના જથ્થા ઉપર કાપ મુકી દેવાયો અને
માત્ર એક કિલો ઘઉ રેશનકાર્ડ ધારકોને અપાયા છે, જ્યારે ઉહાપોહ ન થાય તે માટે હવે જુનમાં 3 કિલો ઘઉ આપવાનો નિર્યણ કરાયો છે,,જ્યારે ઘઉની સામે ચોખાનો જથ્થો વધારી દેવામાં આવ્યા,,પણ રેશનકાર્ડ ધારકોને ચોખા નહી પણ નિયમિત
ઘઉની જરુર છે, ત્યારે રેશનકાર્ડ ધારકોમાં હવે કચવાટ શરુ થયો છે,
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
રાજ્યમાં ઘઉની અછત સર્જાતા તંત્રે ગરીબોના ઘઉમાં કાપ મુકી દીધો છે, રાષ્ટ્રિય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અપાતા ઘઉમાં કાપ મુકાયો છે,જેનો લાભ 3.13 કરોડ લોકોને આ યોજના હેઠળ લાભ અપાય છે, જેમાં અત્યોદય, બીપીલ કાર્ડ ધારકોનો પણ
સમાવેશ થાય છે, ત્યારે નરોડામાં રહેતા અને રેશનકાર્ડ ધરાવતા રમેશ ભાઇ ડાભીએ જણાવ્યુ છે કે નેશનલ ફુડ સિક્યોરીટી 2013 અંતર્ગત વ્યક્તિ દીઠ એપ્રિલમાં સાડા ત્રણ કિલો ઘઉ રુ બેના ભાવથી આપવામા આવ્યા હતા,જ્યારે ચોખા વ્યક્તિ દીઠ દોઢ કિલો રુ 3ના ભાવથી આપવામાં આવતા હતા, પણ મે માસમાં અચાનક જ્યારે દુકાન ઉપર ગયા તો દુકાનદારે કહ્યુ કે આ મહિને તમને વ્યક્તિ દીઠ માત્ર એક કિલો ઘઉ અપાયા જ્યારે ચાર કિલો ચોખા આપવામા આવ્યા, જ્યારે ઘરમાં ચોખાનો ઉપયોગ ઓછો થાય છે, જ્યારેઘઉનો ઉપયોગ વધુ થાય છે,
પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !
તેમના જ જેવા બીજા એક હરીશ ભાઇ મકવાણાએ જણાવ્યુ છે થોડા સમય પહેલા મોદી સરકારના પ્રધાનો દાવો કરતા હતા કે ભારતમાં હવે સરપ્લસ ઘઉ થઇ રહ્યો છે, નિકાસની વાત કરતા હતા ,નિકાસ કરવાની પરવાનગી પણ આપી દેવાઇ હતી ,જેના માટેછાપામાં મોદી સરકારની વાહ વાહ થઇ રહી હતી પણ હવે અચાનક એવુ તો શુ થયુ કે ઘઉની અછત સર્જાઇ ગઇ, પૈસાદારોને કોઇ સમસ્યા નથી, પણ ગરીબો માટે તો મોંઘા ભાવે ઘઉ ખરીદવાની જરુર પડી હતી, જ્યારે જ્યારે આ અંગે વિરોધ થયો તોજુન માસમાં ફરી કહેવામાં આવ્યુ છે કે તમને 3 કિલો ઘઉ મળશે, ત્યારે સવાલ એ છેકે નિયમ પ્રમાણે સાઢા ત્રણ કિલો ઘઉ કેમ નથી અપાતો,
નરેન્દ્રમોદી સરકારની વાત ભુપેન્દ્ર પટેલની સરકાર કેમ માનતી નથી- યુવરાજ સિહનો સવાલ
રેવા બહેન આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ કે મોદી સરકાર વાહ વાહ લેવા માટે ભારતના ગરીબોના હકના ઘઉ વિદેશમાં મોકલી દીધા, એટલે કે ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ ઉભી થઇ છે, ત્યારે ગરીબોના હકનુ ઘઉ નિયમ પ્રમાણે આપવામાં આવે,,
મહત્વની વાત એ છે કે મોદી સરકાર હોય કે ગુજરાતના ભુપેન્દ્ર સરકાર તેઓ ઉત્સવોમાં વ્યસ્ત છે, સાથે ભાજપ પણ વિવિધ કાર્યક્રમો થકી માત્ર મોદી સરકારને શ્રેય આપવામાં આવી રહ્યા છે, રવિવારના દિવસે આવા લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ
સંવાદ પણ કર્યો,, પણ પીએમ મોદીએ ગરીબોના હકના ઘઉ વિદેશ મોકલી દેવામાં આવ્યા છે તેની ચર્ચા ન કરી,,