ઇન્ડિયા
શેરડીનો રસ માત્ર ગરમી જ નહીં કેન્સરમાં પણ આપે છે રાહત
શેરડીનો રસ માત્ર ગરમી જ નહીં કેન્સરમાં પણ આપે છે રાહત
ગરમીની શરૂઆત થતાંની સાથે જ લોકો ઠંડા પીણા અને ખાસ કરીને શેરડીનો રસ પીવાનું શરુ કરી દેતાં હોય છે. શેરડીનો રસ ઉનાળામાં અમૃત સમાન પીણું ગણાય છે. તેનાથી શરીરને ઠંડક પણ થાય છે. જો કે ઠંડક માટે પીવાતો શેરડીનો રસ આયુર્વેદ અનુસાર શરીરને અન્ય કેટલાક લાભ પણ કરે છે. કયા કયા છે આ લાભ જાણો આજે.
શેરડીના રસમાં ઘણા પોષકતત્વો હોય છે. કેટલીક રીસર્ચમાં સાબિત થયું છે કે શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણ પણ છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે.
જો કોઈ વ્યકિત વધારે બીમાર પડતી હોય તો તેણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શેરડીનો રસ પીવો જોઈએ. તેમાં એવા તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. શેરડીના રસમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલે શેરડીનો રસ તમારા હાડકાને પણ મજબૂત કરશે.