ગાંધીનગર
ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે નિશિત વ્યાસની પ્રબળ સંભાવના
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા નિશિત વ્યાસની આગેવાનીમાં ગાંધીનગર ઉતર વિધાનસભા ના કોગ્રેસ આગેવાનો, કાર્યકર્તાઓ દ્રારા આયોજીત જન સંપર્ક યાત્રા શરૂ કરી દેવાઈ છે ત્યારે બીજી તરફ ભાજપના બુથ રૂપી ગઢ ને તોડી પાડવા માટે છત્તીસગઢ સરકાર ના પ્રધાન જયસિંઘ અગ્રવાલ ની આગેવાની માં ગાંધીનગરમાં બુથ ના કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ચૂંટણીની તૈયારીઓ ની સમીક્ષા કરાઈ હતી.ત્યારે નોંધનીય છે કે આ વખતે કોંગ્રેસના એમ એલ એ સી જે ચાવડા ગાંધીનગર ઉત્તર બેઠક ના બદલે વિજાપુર બેઠક ની તૈયારીઓ કરી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છેજેને લીધે ગાંધીનગર ઉત્તર બેઠક પર નિશિત વ્યાસ ની ટિકિટ કોંગ્રેસ ફાઇનલ થઇ હોવાનું કોંગ્રેસના કાર્યકરો માં ચર્ચા થઇ રહી છે..જયારે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે હિમાંશુ પટેલની ટિકિટ ફાઇનલ થઇ હોવાનું કોંગ્રેસ માં ચર્ચા છે..