ગુજરાત
અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!
અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતમાંથી 3500 રુપિયાનો દેશી દારુ પકડીને સુરતના પોલીસ કમિશ્નર અજય તોમરને લપડાક મારી છે
અત્યારે સમગ્ર સુરત અને રાજ્યના પોલીસ વિભાગમાં ચર્ચા છે કે જે દારુ સુરતની પોલીસને નથી દેખાતો, તે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને કઇ રીતે
દેખાય છે,, ચર્ચા એ પણ છે કે 3500નો દારુ પકડવા માટે રુ 10 હજાર કરતા પણ વધુનો ખર્ચ કરવો પડ્યો છે,
સુરતમાં સિંગાપોર ટેકરા પાસેથી સ્ટેટ મોનિટરીંગ સેલે રુ 3500નો દેશી દારુ સહિત ચાર મહિલાઓને રંગે હાથે ઝડપી પાડી છે, મહત્વપુર્ણ વાત એ છે કે જ્યાં આ દારુ વેચાતો હતો, તે સ્થળ સિંગાપુર પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલુ છે,
આટલુ નજીક હોવા છતાં સિંગાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ કે તેમના સર્વેલન્સ સ્ટાફને સિંગાપુર ટેકરામાં દારુ વેચાય છે તે ન દેખાયો,, પણ સુરતથી પોણા ત્રણ સો કિલોમીટર દુર બેઠેલા સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને
સુરતના સિંગાપુરમાં દારુ વેચાતો હોવાની બાતમી અને તેઓએ ઘટના સ્થળે જઇને રેઇડ પાડી,, અને આરોપી મહિલાઓને ઝડપી પાડી,, જેમાં 180 લિટરની આસપાસ દેશી દારુ સહિત 44 હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો, સમગ્ર ઓપરેશન
પોલીસ ઇન્સ્ટપેક્ટર આર બી પ્રજાપતિએ પુરુ કર્યું,, આ મુદ્દામાલમાં દારુની કિમત 3500 રુપિયાની આસપાસ રહી,, પણ ગાંધીનગરથી સમગ્ર ટીમ સુરત ગઇ,તેમાં રુ દસ હજારથી પણ વધુ ખર્ચાઇ ગયા હશે,
આમ તો સ્થાનિક પોલીસ અને સુરત શહેરના પીસીબી વિભાગે આ ધ્યાન રાખ્યુ હોત , બરાબર પેટ્રોલિંગ કર્યુ હોત તો એસએમસીની ટીમને છેક ગાંધીનગરથી સુરત સુધી લાંબા ન થવુ પડ્યુ હોત,, સુરત પોલીસની દારુ બંધીનો કડકાઇથી અમલ કરાવવા
બાબતે ઉદાસિનતાના પરિણામે એસએમસીના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને સમગ્ર ગુજરાતમાં દારુ બંધીનો કડકાઇથી અમલ કરાવવા અને બુટલેગરો સામે પગલા જરુર પડે છે, પરિણામે ગુજરાતને સરકારને વધારાના ખર્ચાઓમાં
ઉતરવુ પડે છે, જે નાણાં પ્રજાના વિકાસના કામોમાં વપરાઇ શકાયુ હોત,
લોકોમાં ચર્ચા છે કે જે વિસ્તારમાં એસએમસી દ્વારા રેઇડ પાડવામાં આવી હોય,,એ વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની સાથે સાથે તેમની પાસેથી રેઇડમાં થયેલ ખર્ચની વસુલાત કરવી જોઇએ અને અધિકારીઓ સામે પણ
બુટલેગરના સાગરિતની જેમ ગુનો દાખલ કરીને ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંધવીની સરકારે દાખલો બેસાડવો જોઇએ,