રાજ્યના શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી ઋષિકેશ પટેલ
અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે ઋષિકેશ પટેલ
સેમ્પલ સર્વેમાં રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તા મંડળો તેમજ નગરપાલિકા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મકાન – બાંધકામો બી.યુ. પરવાનગી વિનાના જણાયા
વિધેયકની મહત્વની જોગવાઇઓ:
રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૨ પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમિત કરી શકાશે
વટહુકમની તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨થી ચાર માસમાં આ બાંધકામો નિયમિત કરવા મકાન માલિક-કબજેદારોએ e-nagar પોર્ટલ પર અરજી કરવાની રહેશે
યોગ્ય લાગે તેવી તે પ્રકારની તપાસ કર્યા ૫છી ખાતરી થાય તો તેઓ ઓછી સંખ્યામાં માલીકો અથવા કબ્જો ઘરાવનારાને અરજી કરવાની ૫રવાનગી આપી શકશે.
ગુજરાતમાં વસતા નાગરીકોને ગેરકાયદેસરતાના અભિશાપમાંથી મુક્તિ અપાવવાનું આ શ્રેષ્ઠ પગલું વર્તમાન સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે જે ગુજરાતીઓને સ્વાભિમાન બક્ષવાનો એક સરાહનીય પ્રયાસ છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, ૨૦૨૨’ વિના વિરોધે પસાર કરાયું હતું.
અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા માટે ફી/રકમના વિવિધ દર આ મુજબ રહેશે.
A. પાર્કિંગ સિવાયના હેતુઓ માટે:
અનઅધિકૃત બાંધકામનો કુલ વિસ્તાર ફી નો દર
1 2
1. ૫૦ ચો.મી. સુધી રૂા.૩,૦૦૦/-
2. ૫૦ ચો.મી.થી ૧૦૦ ચો.મી સુધી રૂા.૬,૦૦૦/-
3. ૧૦૦ ચો.મી.થી ૨૦૦ ચો.મી સુધી રૂા.૧૨,૦૦૦/-
4. ૨૦૦ ચો.મી.થી ૩૦૦ ચો.મી સુધી રૂા.૧૮,૦૦૦/-
5. ૩૦૦ ચો.મી.થી વધુ રૂા.૧૮,૦૦૦/-તેમજ વધારાના
રૂા.૧૫૦/- દર ચો.મી (૩૦૦ચો.મીથી વધુના ક્ષેત્રફળ માટે)
a. રહેણાંક ઉપયોગ સિવાયના અન્ય ઉપયોગ માટે, ઉપર જણાવ્યા મુજબથી ડબલ એટલે કે બમણા દરો લાગુ પડશે.
b. અપુરતી સેનેટરી સુવિધાઓના કિસ્સામાં, ઉપરોક્ત ફી ઉપરાંત રૂ. 7,500/- ચૂકવવાનું રહશે.
B. પાર્કિંગના હેતુ માટે:
વિગત ફી નો દર
૧ ૨
1. રહેણાંક માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રીના ૧૫ %
2. રહેણાંક સિવાયના હેતુ માટે ખૂટતી પાર્કિંગ જગ્યા જંત્રીના ૩૦ %