ગાંધીનગર
રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ-જગદીશ પંચાલ
રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ-જગદીશ પંચાલ
રાજ્યમાં કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત APMC ખાતે વિવિધ માળખાગત સવલતો માટે સહાય : સહકાર મંત્રીજગદીશ પંચાલ
નર્મદા યોજના ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
……………………….
રાજ્યમાં ૨૨૪ APMC કાર્યરત : ખેત પેદાશોના વેચાણ માટે ઇ-પોર્ટલ સહિત ગોડાઉન,વેબ્રીજ, તાલીમ કેન્દ્રો સહિત વિવિધ સુવિધા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર બજાર સમિતિને રૂા.૧૦૧ લાખની સહાય
……………………….
રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલે જણાવ્યું હતુ કે ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે.
રાજ્યમાં કાર્યરત ૨૨૪ APMC બજાર સમિતિમાં માળખાગત સવલતોના નિર્માણ માટે વર્ષ ૨૦૧૦થી કિસાન કલ્પવૃક્ષ યોજના કાર્યાન્વિત કરી છે જે આજે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે.
આજે વિધાનસભા ખાતે નર્મદા જિલ્લાની ગરુડેશ્વર બજાર સમિતિને કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ સહાયના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી પંચાલે કહ્યું કે આ સમિતિને રૂ. ૧૦૧ લાખની સહાય છેલ્લાં એક વર્ષમાં ચૂકવાઈ છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યની બજાર સમિતિઓ ખાતે ખેડૂતો પોતાનો માલ વેચીને પોષણક્ષમ ભાવો મેળવી શકે એ માટે ઈ-પોર્ટલ કાર્યરત કરાયું છે તેમજ બજાર સમિતિઓ ખાતે વિવિધ માળખાગત સવલતો જેવી કે ગોડાઉન, વે-બ્રિજ, ગેટ, આરસીસી રોડ, પેવર બ્લોક, શોપ, કમ્પાઉન્ડ વૉલ તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ વૈજ્ઞાનિક ખેતી માટે માર્ગદર્શન મળે એ માટે તાલીમ અંગે હોલનું નિર્માણ સહિતની વિવિધ આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે સામાન્ય બજાર સમિતિ કરતા આદિવાસી વિસ્તારની બજાર સમિતિને વધુ સહાય આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારની બજાર સમિતિમાં ગોડાઉન નિર્માણ માટે પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા. ક વર્ગ અને ડ વર્ગની બજાર સમિતિમાં સામાન્ય વિસ્તારમાં ૫૦ ટકા તથા આદિજાતિ વિસ્તારમાં ૭૫ ટકાની સહાય આ યોજના હેઠળ ચૂકવવામાં આવે છે. આ માટે નિયત કરેલ ધારાધોરણો મુજબની સહાય માટે કાર્યવાહી કરવામાં આવે છે