રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક, ૨૦૨૨ સંદર્ભે વિચારો રજૂ કરતા કહ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
પૂર્વ મંત્રી જાડેજાએ કહ્યું કે, ‘સુરક્ષા અને શાંતિ’ કોઈપણ રાજ્યના વિકાસના પાયામાં છે. ન્યાય અને રક્ષણ એ શાસનની પ્રાથમિક જરૂરીયાત છે. નવીન ટેકનોલોજી અને કડક કાયદાઓના અમલીકરણથી ગુજરાત દેશનું સૌથી સલામત રાજ્ય બન્યું છે. સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી પુરી પાડવાની જવાબદારી ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને માથે છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળના આધુનિકરણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોની સુરક્ષા અને સલામતીના ઉચ્ચ માપદંડો તૈયાર કરવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં જનતાની સુરક્ષા અને સલામતી માટે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, મ્યુનિસીપલ સેવાઓના દેખરેખ માટે તેમજ આપાતકાલીન સ્થિતિ સમયે મદદરૂપ થાય તે માટે દિવસે ને દિવસે રાજ્યમાં સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં CCTV કેમેરાઓનો ઉપયોગ વધી રહ્યો છે. દરેક જિલ્લાઓના વ્યુહાત્મક સ્થળોએ, ટ્રાફિક જંકશન ખાતે, બસ સ્ટેશન, BRTS, ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમો, દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્ષ, મૉલ્સ, હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ, અને રહેણાંક વિસ્તારોમાં CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા છે.
જાડેજાએ ઉમેર્યું કે, આપણું ગુજરાત દેશના સૌથી સલામત રાજયમાનુ એક છે. શાંતિ અને સલામતીના વાતાવરણને ગુજરાતની એક આગવી ઓળખ ઉભી કરવામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેૃત્વવાળી રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે. કોઈપણ રાજ્યના વિકાસના પાયામાં સુરક્ષા અને શાંતિ રહેલા છે. ન્યાય અને રક્ષણ એ શાસનની પ્રાથમિક જરૂરીયાત છે. સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી પુરી પાડવાની જવાબદારી ગૃહ વિભાગ અને પોલીસ તંત્રના શિરે છે.
જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, અમારી સરકાર દ્વારા પોલીસ દળના આધુનિકરણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકોની સુરક્ષા અને સલામતીના ઉચ્ચ માપદંડો તૈયાર કરવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અમારી સરકારે કદી પાછી પાની કરી નથી.
રાજ્યમાં જનતાની સુરક્ષા અને સલામતી માટે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, મ્યુનિસીપલ સેવાઓના દેખરેખ માટે તેમજ આપાતકાલીન સ્થિતિ સમયે મદદરૂપ થાય તે માટે દિવસે ને દિવસે રાજ્યમાં સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં CCTV કેમેરાઓ નો ઉપયોગ વધી રહ્યો છે.
જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા VISWAS Project, Smart City Project તેમજ અન્ય Project અંતર્ગત, ૧૬,૦૦૦ થી વધુ CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. એ જ રીતે કેટલાક સ્થળોએ CCTV કેમેરાઓ ઉપરાંત અન્ય પ્રવેશ નિયંત્રણ તેમજ સ્લામતીના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.CCTV કેમેરા આધારિત ઇન્ટ્રીગેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઓટોમેટિક નંબર પ્લેટ રીકોગ્નિસન (A.N.P.R.) કેમેરાઓ, રેડ લાઇટ વાયોલેશન ડિટેકશન (R.LV.D.) કેમેરાઓ, ફીક્સ્ડ કેમેરાઓ તેમજ પાન ટિલ્ટ અને ઝૂમવાળા (PTZ) કેમેરાઓના ઉપયોગથી રાજ્યમાં અપરાધિક બનાવો બનતા અટકાવવા, બનેલ બનાવો શોધવા, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
જાડેજાએ જણાવ્યું કે, સરકારના તબક્કાવાર દિર્ઘદ્રષ્ટિથી કરવામાં આવેલ આયોજનના પરિણામે, VISWAS Project અંતર્ગત લગાવવામાં આવેલ CCTV કેમેરાઓની મદદથી, ઘણાખરા બનાવોમાં CCTV કેમેરાઓથી મળેલ કડીના આધારે ગણતરીના કલાકોમાં ગુન્હેગારો સુધી પહોંચવામાં ગુજરાત પાોલીસ સફળ રહેલ છે. ચોરી, લુંટફાટ, ચેઇન સ્નેચીંગ, અપહરણ, હીટ એન્ડ રન, અકસ્માત મીસીંગ વિગેરે કુલ- ૨૭૦૦ થી વધુ કેસો ઉકેલવામાં પોલીસને મદદરૂપ થયેલ છે. CCTV કેમેરાઓના વિડીયો ફુટેજને સક્ષમ પુરાવા તરીકે ન્યાયાલય સમક્ષ રજુ કરી શકાય છે. જાહેર જગ્યાએ CCTV Camera હોવાથી ગુન્હેગારોને ગુનાકીય પ્રવૃતિ માટે અવરોધ ઉભો કરવામાં અને જાહેર જનતામાં સુરક્ષા અને સલામતીની ભાવના જગાવવામાં અમારી સરકાર સફળ રહી છે.
આથી, ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમો, દુકાનો, ધાર્મિક સ્થળો, મૉલ્સ. શોપીંગ કોમ્પલેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમત-ગમત સંકુલ અને રહેણાંક વિસ્તારોમાં નાગરિકો/સંસ્થાઓ કે વિવિધ એકમો તરફથી લગાવવામાં આવેલ CCTV કેમેરાના માળખાના ધારા ધોરણ નક્કી કરવાની જરૂરિયાત હોઇ એ અંગે અમારી સરકાર વિઘેયક/કાયદો લાવવા માંગે છે.
જાડેજાએ વધુમાં ઉમેર્યું કે,CCTV કેમેરાના ધારાધોરણ, તેના વિડીયો ફુટેજ, સ્ટોરેજ અંગેના નિયમો બનાવવાથી રાજ્યની જાહેર સલામતીમાં વધારો કરવાનો, અપરાધિક બનાવો બનતા અટકાવવા અને બનેલ બનાવો શોધવાની કામગીરીમાં રાજ્યના પોલીસ વિભાગ માટે ઉપયોગી નિવડે એવો રાજ્ય સરકારનો ઉદેશ છે.
રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ખુબ જ ચિંતિત છે. જેથી, શહેરી વિસ્તારોમાં વધુ સંખ્યામાં જનમેદની એકત્રિત થતી હોઇ અને વધારે લોકો મુલાકાત લેતા હોવાની સંભાવના હોય તેવા ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમો, દુકાનો, ધાર્મિક સ્થળો, મૉલ્સ. શોપીંગ કોમ્પલેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમત-ગમત સંકુલ અને રહેણાંક વિસ્તારોમાં નિયત કરેલ માપદંડ (સ્પેશિફિકેશન)ના કેમેરાઓ લગાવવા, નિયત સમય સુધી વિડીયો ફુટેજ સાચવવા, નિયત કરેલ ઓથોરીટીને વિડીયો ફુટેજ શેર કરવા, ચોક્કસ માપદંડના આધારે જરૂરિયાત મુજબ પ્રવેશ નિયંત્રણ તેમજ સલામતીના સાધનો લગાવવા વિગેરે જોગવાઇ ધરાવતુ ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક, ૨૦૨૨ આ સરકાર દ્વારા ગૃહમાં રજુ કરવામાં આવ્યું છે તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું.
જાડેજાએ જણાવ્યું કે,ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ વિધેયક, ૨૦૨૨ની અમલવારી માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ અન્ય વિસ્તારોને આ વિધેયક લાગુ પડશે તેમજ સરકારના જાહેરનામામાં દર્શાવેલ સંખ્યાથી વધુ જનમેદની એકત્રિત થતી હોય અથવા દર્શાવેલ સંખ્યાથી વધુ માણસો મુલાકાત લેવાની સંભાવના હોય તેવા એકમો/સંસ્થાઓમાં આ વિધેયક લાગુ પાડવામાં આવનાર છે અને આવા સ્થળોએ પ્રવેશ-નિર્ગમન દ્વારો અને પાર્કિંગના વિસ્તારોને આવરી લે તે રીતે CCTV કેમેરાઓ લગાવી તેના વિડીયો ફુટેજ ૩૦-દિવસના સમયગાળા માટે સાચવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
જાડેજાએ મક્કમતાથી કહ્યું કે, ગુજરાત જેવા સમૃધ્ધ રાજ્યમાં આ વિધેયક અમલમાં આવ્યા બાદ ગુજરાત પોલીસને CCTV કેમેરાઓની મદદથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં પુરતુ બળ મળશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડપ્રધાનશ્રીના સુરક્ષિત ગુજરાતનું સપનુ સાકાર થશે અને ક્રાઇમ ડીટેક્શનમાં આ પ્રકારની વ્યવસ્થા ખુબજ ઉપયોગી નીવડશે.