રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નગરપાલિકાના રૂા.૧૬.૩૧ કરોડના જનસુખાકારીના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના રૂપિયા ૧૬. ૩૧ કરોડના ખર્ચે તૈયાર થનારા જનસુખાકારીના વિવિધ કામોનું આજે તા. ૧૦ મી સપ્ટેમ્બરે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રીએ વાપી નગપાલિકાનાં વિવિઘ વોર્ડના ખાતમુહૂર્ત કરેલા કામોમાં ડુંગરા ડુંગરી ફળિયામાં આવેલ આઝાદ નગર વિસ્તારમાં રૂપિયા ૨,૦૧,૩૫,૪૦૦ ખર્ચે તૈયાર થનાર પીવાના પાણીની પાંચ લાખ લીટરની અને ૨૨ મીટર ઊંચી આર. સી. સી. ઓવરહેડ ટેન્ક અને ૧૦ લાખ લીટરનો અંડર ગ્રાઉન્ડ સંપ તેમજ ૧૪૮૮ મીટરની ૩૦૦ એમ. એમ. ડાયા (ડી. આઇ. કે -૭ ) રાઈઝિંગ મેઇન પાઇપ લાઇન નાખવાનું કામ, વૉર્ડ નં. ૧૦ માં રૂપિયા ૬, ૭૯,૯૪૯ ના ખર્ચે સુલપડ કોળીવાડ વિસ્તારમાં રણજીતભાઈ ના ઘરથી નરેશભાઈ ના ઘર સુધી બોક્સ ગટર બનાવવાનું કામ, વોર્ડ નં. ૪ માં રૂપિયા ૪૫,૭૬,૪૨૧ ના ખર્ચે મૈત્રીનગરના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટ થી બનાવવાનું કામ, ચલા ચીકુવાડી થી દમણરોડ થઈ પટેલ ફળિયા રોહિત વાસ ડાભેલ ની હદ સુધીની કુદરતી કાંસ ઉપર રૂપિયા ૧૦, ૮૬, ૭૮, ૧૩૨ ના ખર્ચે આરસીસી લાઇનિંગ કરવાનું કામ, વોર્ડ નંબર ૨ માં આવેલ ચલા દમણ રોડ ટાઈમ સ્ક્વેરથી કરસનજી પાર્કની હયાત ગટરને જોડતી આરસીસી પાઇપ નાખી રૂપિયા ૮,૧૪,૮૭૭ ના ખર્ચે ગટર બનાવવાનું કામ, વોર્ડ નંબર 2 માં આવેલ સતાધાર સોસાયટીના રૂપિયા ૭૩, ૮૪,૦૩૦ ના ખર્ચે મુખ્ય રસ્તા તથા આંતરિક રસ્તા બનાવવાનું કામ તથા વાપી નગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઈટ રૂપિયા ૨, ૦૮, ૩૪,૯૯૭ ના ખર્ચે અપગ્રેડેશન કરવાnaq કામનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ , કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, જિલ્લા સંગઠનમહામંત્રી શીલ્પેશભાઈ દેસાઈ, શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ,વાપી નોટિફાઈ પ્રમુખ હેમંતભાઈ પટેલ અને વાપી નગરપાલિકા ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ અને નગરપાલિકાના કોર્પોરેટર અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.