ગુજરાત
પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોધરાને રાજકોટ શહેર ની ચાર બેઠકો ઉપરાંત જસદણ બેઠકની સોંપાઈ જવાબદારી
પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોધરાને રાજકોટ શહેર ની ચાર બેઠકો ઉપરાંત જસદણ બેઠકની સોંપાઈ જવાબદારી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 87 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે ત્યારે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોધરાને રાજકોટ પૂર્વ ,રાજકોટ પશ્ચિમ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટ દક્ષિણ અને જસદણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે..તેઓ ખુદ જસદણ બેઠક થી ધારાસભ્ય રહી ચુક્યા છે..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે તેઓ રાજકોટ શહેરમાંથી ચૂંટણી લડવા માંગતા હતા જોકે ચૂંટણી લડવાની વાત તો દૂર રહી હવે તેમને તેમના કટ્ટર હરીફ કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપી દેવામાં આવી છે જે ભાજપની ચૂંટણી લડવાની આગવી વ્યૂહ રચના બતાવે છે..