ભાજપ કાર્યકરોમાં રવિવારે સાંજ સુધી ચર્ચાઓનો દોર ગરમ
કાર્યકરો, ધારાસભ્યો, ચુંટાયેલી પાંખ નેતાઓમાં ટેલિફોનિક કરી રહ્યા છે પૃચ્છા
સોમવારે સીએમ નિવાસ સ્થાને સવારથી બેઠકોના દોર
આઇબી કે ચૂટણી પંચ પ્રમાણે જલ્દી ચૂંટણીના કોઇ વાવડ નથી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે જલ્દી આવી શકે છે, અને બે થી ચાર દિવસમાં વિધાનસભા ભંગ થઇ શકે છે,,તેવી ચર્ચાઓનો દોર
શરુ થઇ ગયો છે, અફવાહ છે કે સોમવારથી લઇને બુધવાર સુધીમાં વિધાનસભા ભંગ થઇ શકે છે, જેના માટે ભાજપ
પ્રદેશ કક્ષાએથી ચૂંટણી મેનેજમેન્ટ સમિતીમાં સક્રીય કાર્યકર્તાઓની યાદી જિલ્લા કક્ષાએથી પણ માંગવામાં આવી છે,,જેના કારણે
ભાજપના કાર્યકર્તાઓ અને ચૂટાંયેલા પ્રતિનિધીઓમાં વિધાનસભા જલ્દી ભંગ થશે તેની ચર્ચાઓ તેજ બની છે,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
સીએમ નિવાસ સ્થાને સવારથી જ બેઠકોનો દોર
દેશના પાચ રાજ્યો પૈકી ભાજપની ચાર રાજ્યોમાં મળેલ ભવ્ય જીત બાદ વડા પ્રધાન મોદીએ હવે સીધા ગુજરાત તરફ ફોકસ કર્યુ છે
વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં સરકારી, સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી તેઓ સતત ગુજરાતની જનતાનો સીધો સંપર્ક કરી રહ્યા છે
સાથે સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પણ ગુજરાતમાં મુલાકાત વધી છે, તો પ્રભારી મંત્રી ભુપેન્દ્ર યાદવે પણ કેબીનેટ પ્રધાનો અને
પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરીને ચૂટણીની તૈયારી કરવા માટે જનસંપર્ક વધારવા આદેશ કર્યો છે, પરિણામે ભાજપે
વિવિધ ચૂંટણી લક્ષી કાર્યક્રમો શરુ કરી દીધુ છે,સાથે વન ડે વન ડીસ્ટ્રીક્ટના કાર્યક્રમને જલ્દી પુર્ણ કરવા અને સફળ બનાવવામાં અભિયાન
તેજ કરી દેવાયું છે, તે સિવાય સોમવારે સવારથી સીએમ ભુપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરુ થઇ જશે, જેના માટે
અધિકારીઓ અને પદાધિકારીઓને સુચના આપી દેવાઇ છે
રવિવારે અફવાહોનો દોર
આમ તો છેલ્લા કેટલાક દિવસોમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઇ હોવાથી ગુજરાતમાં જલ્દી વિધાનસભા ચૂટણી થઇ શકે છે છે તેવી
ચર્ચાઓ ચાલી રહી છે,,તેવામાં રવિવારનો દિવસથી બપોરથી ભાજપના કાર્યકર્તાઓ એક બીજાને ફોન કરીને વિધાનસભા સોમવારે
અથવા બુધવારે ભંગ થશે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઇ છે, મોટા સિનિયર નેતાઓ પણ મિડીયાના પ્રતિનિધીઓને અફવાઓ
સત્યતા તપાસવા માટે વોટ્સએપ કોલનો ઉપયોગ કરી જાણકારી મેળવી રહ્યા હતા, પણ આઇબી અને ચૂટણી પંચમાં વહેલી ચૂંટણી
આવવાની કોઇ સંભાવના દેખાતી નથી
ચૂટણી સંચાલન સમિતીની યાદી મંગાવાઇ
એક તરફ ભાજપ પ્રદેશમાંથી જિલ્લાઓમાં ભાજપના પ્રમુખોને ચૂંટણી સંચાલન સમિતિની યાદી બનાવીને તાત્કાલિક મોકલી આપવા
સુચના આપી છે,પ્રચાર પ્રસાર સમિતી, સાહિત્ય સમિતી,ચૂટણી ખર્ચ માટેની વ્યવસ્થા સમિતિ , આચાર સહિત્તા સેલ,
વિધાનસભા પ્રમાણે મિડીયાની ટીમની યાદી મોકલવાની સૂચના અપાઇ છે, તે સિવાય
કેટલાક મહાનગરોના અધિકારીઓએ ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓને તેમના વિકાસ કામોની યાદી આપવા, ગ્રાન્ટ કેટલી જરુરી છે તેની
યાદી આપવા,,તેસિવાય નવા ભુમિ પુજન માટેના કાર્યક્રમો તૈયાર કરવાની સૂચના આપી દેવાઇ છે, જેથી હવે ચર્ચાઓને અને અફવાઓએ
વધુ ગતિ પકડી છે,