ગુજરાત

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે લાભ પાંચમનો મહા અન્નકૂટ ધરાવાયો

Published

on

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે
લાભ પાંચમ એવં કારતક માસના પ્રથમ શનિવારે દાદાનો મહા અન્નકૂટ ધરાવાયો

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ – કારતક માસના પ્રથમ શનિવારે તા. ૨૯-૧૦-૨૦૨૨ના રોજ દાદાને છપ્પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો.
આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી, સવારે 7:00 કલાકે શણગાર આરતી, સવારે 9:40 કલાકે શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીની અન્નકૂટ આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા એવં મહા અન્નકૂટ આરતી 11:૩0 કલાકે છપ્પનભોગ મહા અન્નકૂટ આરતી લક્ષ્મીપ્રસાદસ્વામી એવં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)તથા જગતસસ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ.મંદિરના પટાંગણમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના ભક્તિગીત પર નૃત્ય એવં ઝૂમી ઉઠ્યા હતા.કારતક માસનો પ્રથમ શનિવાર નિમિતે હજારો હરિભક્તો પગપાળા દાદાના દર્શને આવ્યા હતા તથા દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. મંદિરના વહીવટકર્તા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા દાદાના ભક્તો માટે રહેવા-જમવાની, સવારના ચા -પાણી નાસ્તો -મહાપ્રસાદ તથા મંડપની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દાદાના રસોડામાં મહાપ્રસાદનો લાભ લાખો ભકતોએ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version