ગાંધીનગર
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ગાંધીનગરના ચ-૦ સર્કલ ખાતેથી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ૧૧૯ કિલોમીટર પુરુષ ગૃપ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે એશિયન સાયક્લિંગ કન્ફેડરેશનના સેક્રેટરી જનરલ ઓમકારસિંહે મંત્રી હર્ષ સંઘવીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મનિન્દરપાલ સિંધ, સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના ખજાનચી પ્રતાપ જાધવ તથા રમત ગમત ક્ષેત્રના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.