આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ રવિવારે જામનગરમાં : દરિયાઈ માર્ગે વિદેશથી આગમન
70 દિવસમાં 24 દેશોમાં 30,000 કિમીની બાઈક યાત્રા કર્યા બાદ તેઓ જામનગર આવશે જ્યાં વાયુ સેના દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે : સાંજે પેલેસમાં કાર્યક્રમ
ગુજરાતના જામનગરથી ભારતમાં ‘માટી બચાવો’ અભિયાન ની શરૂઆત કરશે : 30 મેના રાજકોટ થઈ અમદાવાદ જશે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીમાં જબરદસ્ત કાર્યક્રમ
રાજકોટ, તા.25 : વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી જગ્ગી સદગુરૂ હાલ વિદેશમાં છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના સાથે સેવ ધી સોઈલ – માટી બચાવો અભિયાન અંતર્ગત વિશ્ર્વના 24 જેટલા દેશોમાં બાઈક પર એકલા ફરી માટી બચાવવાનો મેસેજ આપી રહ્યા છે.
સદગુરૂ પોતાની 24 દેશોની 30,000 કિમીની. માટી બચાવો યાત્રાને ભારતના ભાગનો ગુજરાતની પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ભારતીય નૌ સેના દ્વારા તેમનું જામનગર પોર્ટ ખાતે 29 મે ના રોજ ભવ્ય સ્વાગત કરાશે. જ્યારે તેઓ જામનગર ખાતે પ્રતાપ વિલાસ પેલેસમાં રવિવારે સાંજે 5.30 કલાકે માટી બચાવો અભિયાન વિશે સંબોધન કરશે. જામસાહેબ દ્વારા પેલેસમાં સ્વાગત કરાશે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન આવ્યું છે.
શું છે સેવ આવર સોઈલ – માટી બચાવો અભિયાન
આધ્યાત્મિક ગુરૂ શ્રી સદગુરૂ આ દિવસોમાં માટી બચાવવા માટે એકલા બાઈક પર પ્રવાસ કરી રહ્યા છે. યાત્રાના 70માં દિવસે તેઓ 29મી મેના રોજ ગુજરાતના જામનગર પહોંચશે. આ મુલાકાતનો હેતુ ભૂમિ સંરક્ષણની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
સદગુરૂએ કહ્યું કે માટી વાસ્તવમાં આ પૃથ્વી પરની જૈવવિવિધતાની માતા છે. સમૃદ્ધ માટી વિના, જૈવવિવિધતાની કોઈ શક્યતા નથી. તે ગર્ભ છે જે આ ગ્રહ પર જીવનને જન્મ આપે છે. ચાલો જાણીએ માટી સંબંધિત 15 મહત્વપૂર્ણ તથ્યો વિશે. જે દરેકને જાણવું જોઈએ.
* ઓછામાં ઓછો 95 ટકા ખોરાક આપણે ખાઈએ છીએ તે માટીમાંથી આવે છે.
* છ ઇંચ જમીનમાં એક ટકા કાર્બનિક દ્રવ્ય વધારવાથી એકર દીઠ 20,000 ગેલન વધુ પાણી મળે છે.
* માટીનું ધોવાણ સમગ્ર વિશ્વમાં 3.2 અબજ લોકોને નકારાત્મક અસર કરે છે.
* એક ગ્રામ સ્વસ્થ માટીમાં 100 મિલિયનથી 1 અબજ બેક્ટેરિયા અને 100,000 થી 1 મિલિયન ફૂગ મળી શકે છે, જે છોડના વિકાસ અને આરોગ્ય માટે ફાયદાકારક છે.
* એવું અનુમાન છે કે, 2050 સુધીમાં, પૃથ્વીની 90 ટકા જમીન ખરાબ થઈ શકે છે.
* જમીનમાં જૈવિક સામગ્રી 0.5 થી 3 ટકા વધારવાથી જમીન દ્વારા જળવાઈ રહેલું પાણી બમણું થશે.
* જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવાને કારણે વનસ્પતિની ઉત્પાદકતામાં 20 ટકાનો ઘટાડો થયો છે.
* ખોરાક અને જમીનમાં પોષક તત્વોની અછતને કારણે, વિશ્ર્વની 60 ટકા વસ્તીમાં આયર્ન જેવા પોષક તત્વોની ઉણપ છે.
* એક ચમચી માટીમાં વિશ્વના લોકો કરતા વધુ જીવંત જીવો હોય છે. તંદુરસ્ત માટીના એક ચમચીમાં અંદાજે 10,000-50,000 સૂક્ષ્મ જીવોની પ્રજાતિઓ હોય છે.
* વિશ્વની તમામ ટોચની માટી 60 વર્ષમાં ખતમ થઈ શકે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 12 મિલિયન હેક્ટર ટોચની જમીન નષ્ટ થાય છે. તે લગભગ સમગ્ર ગ્રીસ રાષ્ટ્રનું કદ છે.
* વિશ્વની 90% ખેતી માટે માટી પાણીનો સ્ત્રોત છે. પરંતુ 52 ટકા ખેતીની જમીન પહેલેથી જ ખતમ થઈ ગઈ છે.
* ઘણી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ માટીના સૂક્ષ્મજીવાણુઓમાંથી ઉદ્દભવે છે. વિશ્વની પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિન સહિત.
* અળસિયાની હાજરી ઉપજમાં 43-350 ટકા વધારો કરી શકે છે.
* જો જમીનમાં કાર્બન માત્ર 0.4% વધી જાય તો ખાદ્ય ઉત્પાદન દર વર્ષે 1.3% વધી શકે.
* યુએનના અંદાજો અનુસાર, માટીનું પુનજીર્વિત થવાથી વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 25-35 ટકાનો ઘટાડો થઈ શકે છે.