જાણવા જેવું
હોળી ના અમુક દિવસો પહેલા કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી જાણો મુખ્ય કારણ
ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાંના 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. ઉજ્જૈનના ધર્મ વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો. જગદીશ ચંદ્ર જોશી અને પં. વૈભવ જોશીના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટકની પરંપરા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તે પ્રમાણે હોળાષ્ટકનું વિજ્ઞાન પ્રકૃતિ અને મૌસમ પરિવર્તન સાથે જોડાયેલું છે. આ દિવસોમાં માનસિક અને શારીરિક સંતુલન ના થવાને લીધે શુભ અને માંગલિક કામ કરવાની મનાઈ છે.
આ દિવસોમાં બેક્ટેરિયા-વાઈરસ સક્રિય થાય :- હોળાષ્ટકનો શાબ્દિક અર્થને સમજીએ તો હોળાષ્ટકનો અર્થ છે હોળી પહેલાંના આઠ દિવસ. આ દિવસોમાં વાતાવરણમાં બેક્ટેરિયા-વાઈરસ વધુ સક્રિય થાય છે. ઠંડીમાંથી ગરમીમાં પરિવર્તન થતી આ સિઝનમાં શરીર પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઊલટો પ્રભાવ પડે છે. આ દિવસો એવો સંકેત આપે છે કે સાઈટ્રિક એસિડ યુક્ત ફળોનું સેવન વધુ કરવું જોઈએ. તેની સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરવું જોઈએ.
હોળીકા દહન પર જે અગ્નિ નીકળે છે, તે શરીરની સાથે જ આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે. કારણ કે ગાયના છાણથી બનેલાં છાણાં, પીપળો, ખાખરો, લીમડો અને બીજા ઝાડના લાકડાથી હોળીકા દહન કરતી વખતે નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે સારો હોય છે.
વાતાવરણની સાથે જ શરીરમાં હોર્મોન્સ અને એન્ઝાઈમ્સમાં પરિવર્તન થાય છે. મૂડ સ્વિંગ થવા લાગે છે. સેક્સ્યુઅલ હોર્મોન્સને લીધે શારીરિક અને વૈચારિક ફેરફાર થવા લાગે છે. વાતાવરણના પરિવર્તનથી હાર્ટ અને લીવર પર પણ વિપરીત અસર પડે છે. હોળી પહેલાંના આઠ દિવસોનો એ સંકેત હોય છે કે રૂટિન લાઈફમાં પરિવર્તન લાવવું જોઈએ.
હોળાષ્ટકમાં આ કામ છે વર્જ્ય :- હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કાર્ય, ખરીદી અને 16 સંસ્કારો કરવામાં આવતાં નથી. આ સાથે જ જો અંતિમ સંસ્કાર આ દિવસોમાં કરવા પડે તો તે પહેલાં શાંતિકર્મ કરવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો પર રોક હોવાથી આ સમયગાળાને શુભ નથી માનવામાં આવ્યો.