ઇન્ડિયા

સ્માર્ટફોન માતા પિતાને તેના બાળકોથી કરી રહ્યો છે દૂર

Published

on

સ્માર્ટફોન માતા પિતાને તેના બાળકોથી કરી રહ્યો છે દૂર

આજકાલ લોકોમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે અને તે આજે આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. જોકે, સ્માર્ટફોનની સૌથી વધુ વિપરીત અસર બાળકો પર થાય છે. શરૂઆતમાં, બાળકો માટે આ એક મહત્વપૂર્ણ સાધન હતું કારણ કે તે બાળકો માટે હોમવર્ક અને શાળા પછીની આનંદની પ્રવૃત્તિઓ કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન હતું. પરંતુ હવે તેની વિપરીત અસર પણ જોવા મળી રહી છે. સ્માર્ટફોન આજે બાળકો માટે તણાવ અને ચિંતાનું કારણ બની રહ્યો છે. સાથે સાથે માતા પિતાનો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળક સાથેના સંબંધો માં વિલનની ભૂમિકા ભજવે છે. બાળકો સાથે વિતાવેલો ‘ક્વોલિટી ટાઈમ’ પણ ખરાબ થઈ રહ્યો છે કારણ કે ઘણા માતા-પિતા હજુ પણ બાળકો સાથે સમય પસાર કરતી વખતે ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. બહાર ફરવા જતી વખતે પણ માતા પિતાના હાથમાં સતત મોબાઈલ હોય અને બાળક માટે સમય ન હોવાનું દ્રશ્ય નજરે જોવા મળતું હોય છે.

સ્માર્ટફોનની આડ અસરમાં સૌથી મુખ્ય છે કે બાળકોમાં સામાજિક જ્ઞાનનો અભાવ જોવા મળી રહ્યો છે, બાળકોની તર્ક શક્તિ, યાદ શક્તિ નબળી થતી જાય છે,પ્રત્યાયન ઓછું થતું જાય છે અને સ્વભાવ ચીડિયો બનતો જાય છે, દોષ માતા પિતાનો છે કે નાના બાળકોને મોબાઈલ હાથમાં આપી દે છે, આક્રમકતા વધતી જાય છે, માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદ ઘટતો જાય છે, બાળકો નાની ઉંમરે શારીરિક આકર્ષણ અનુભવે છે જે સ્માર્ટફોનની દેન છે.

અમુક માતાપિતાએ સ્વીકાર્યું કે બાળકો તેમના સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે આક્રમકતાના સંકેતો દર્શાવે છે. આ સાથે બાળકોમાં સ્વીકાર્ય નૈતિક અને સામાજિક વ્યવહારનો પણ અભાવ જોવા મળે છે. વિરોધી વર્તન બાળકમાં જોવા મળી રહ્યું હોય છે. માતા પિતાએ સ્વીકાર્યું કે સ્માર્ટફોન તેમની ઉત્પાદકતા વધારવામાં અને તેમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. જો કે, સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ વ્યસનનું કારણ બની રહ્યો છે અને તેમના બાળકો સાથેનો સંબંધ બગાડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version