હેલ્થ

સુતી વખતે ઓશીકું રાખીને સુવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક છે કે નુકશાનકારક, જાણો વિસ્તારથી..

Published

on

દરેક વ્યક્તિને સૂવાની અમુક વિશેષ પ્રકારની ટેવ હોય છે. તેમા પણ ઓશીકુ એ તમારી ઊંઘમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અમુક લોકોને તો તેમના ઓશીકા સિવાય ઊંઘ પણ નથી આવતી. ઓશીકા વિશેની દરેક વ્યક્તિની પોતપોતાની પસંદગી હોય છે. એવામા જો કોઈ તમને ઓશીકા વિના સુવાનુ કહે તો શું થાય?

આ વાત સાંભળીને પહેલા તો તમે ભળકી જશો અને ના જ પાડી દેશો પરંતુ, જ્યારે તમને ઓશીકા વિના સૂવાથી તમારા શરીરને થતા લાભ અંગે માહિતી પ્રાપ્ત થશે તો તમને આ પ્રયોગ કરવાનુ મન ચોક્કસ થશે. શક્ય છે કે થોડા જ દિવસમા તમારુ શરીર પણ ઓશીકા વિના સૂવા ટેવાઈ જાય? એ પણ શક્ય છે કે, ઓશીકા વિના તમને વધુ સારી ઊંઘ આવે. તો આજે આ લેખમા ઓશીકા વિના ઊંઘો ત્યારે તમારા શરીરમા કેવા-કેવા પરિવર્તન આવે છે, તેના વિશે માહિતી મેળવીએ.

આપણામાથી ઘણા લોકોએ પૂરતી ઊંઘ ના મળે તો બીજો દિવસ કેવો જાય તેનો અનુભવ કર્યો જ હશે. ઊંઘ સારી અને પૂરતી ના થાય તો બીજા દિવસે સરળ કામ કરવામા પણ જીવ નથી લાગતો. ઘણીવાર ઊઠીએ ત્યારે આપણી ડોક જકડાઈ જતી હોય છે. ઘણીવાર જ્યારે તમે સવારે ઉઠો ત્યારે સરદર્દ થતો હોવાનો અહેસાસ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ, આ બધી જ સમસ્યાઓનો સંબંધ ઓશીકા સાથે છે. જો તમારે સારી અને સ્વસ્થ ઊંઘ લેવી હોય તો તમારે ઓશીકા વિના સૂવાની ટેવ પાડવી જોઈએ.

જો તમે ઓશીકા વિના સૂઓ તો તમારી પીઠ લંબાઈ શકે છે અને તે પ્રાકૃતિક રીતે આરામ પણ મેળવી શકે છે. જ્યારે તમે સુવા માટે મુલાયમ તકિયો વાપરો તો તમારી ડોકના મસલ્સ પર પણ જોર આવે છે. આ જોરના કારણે માથામાં પહોંચતા રક્તનો સપ્લાય પણ ખોરવાઈ શકે છે. મુલાયમ તકીયામા તમારુ માથુ ખૂંપી જતુ હોય છે, તેથી તમારા માથાને પૂરતા પ્રમાણમા સપોર્ટ નથી મળતો. આ કારણે શ્વસનતંત્રમા અમુક પ્રકારની બાધા ઊભી થાય છે.

આ કારણોસર તમે જ્યારે બીજા દિવસે ઊઠો ત્યારે તમને સરદર્દ થતુ હોય તેવો અહેસાસ થાય છે. બીજી બાજુ જો તમે તમારા માથા નીચે કડક તકિયુ રાખો અથવા તો એક કરતા વધુ તકિયા રાખો તો તમારા કરોડરજ્જુની પોઝિશન બગડે છે અને આ કારણોસર તમને કમરદર્દ થવાની શક્યતા પણ રહે છે. લાંબો સમય આ સ્થિતિમા સૂવાથી તમને ક્રોનિક બેક પેઈનની સમસ્યા પણ થઈ શકે છે.

જો તમને આવી કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય તો તાત્કાલિક તકિયુ બદલાવી નાંખો અથવા તો ઓશિકાના સપોર્ટ વિના સૂવાનું ચાલુ કરો, તમને મહેસૂસ થશે કે તમારી ડોક અને કમરનો દર્દ ગાયબ થઈ ગયો છે. આ ઉપરાંત તકિયા વિના સૂવાથી શરીરને મહત્તમ આરામ પણ મળે છે. જો આપણે વ્યવસ્થિત સપોર્ટ ના આપતા તકિયા રોજીંદા વાપરીએ તો ડોક અને કમરના મસલ્સને સપોર્ટ આપવા માટે વધુ પડતો પરિશ્રમ કરવો પડે છે.

Advertisement

આથી તમારા શરીરને રોજીંદા તણાવ સામે લડવા માટે પૂરતો આરામ નથી મળતો. તમે ઓવરટાઈમ કામ કરો ત્યારે તમારા મસલ્સ પર દબાણ વધે છે. લાંબો સમય આ પરિસ્થિતિ ચાલે તો તે દુઃખાવામા પરિણમે છે. જો તમારા મસલ્સને લાંબો સમય સુધી તણાવ પડ્યો હોય તો તમારો દુઃખાવો એ ક્રોનિક તણાવની સમસ્યા બની જાય છે. જો તમને સરખી ઊંઘ ના આવતી હોય અથવા તો વારંવાર ઊંઘમાથી ઊઠી જતા હોવ થવા તો પલંગમા પડખા બદલ્યા કરતા હોવ તો આ બધા જ લક્ષણો જણાવે છે કે તમારે દાક્તરની મદદની જરૂરીયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version