HMD Global નવા નોકિયા ફોન્સ લૉન્ચ કરી રહી છે, જૂના મોડલ્સને પુનર્જીવિત કરી રહી છે અને તેને માર્કેટમાં લૉન્ચ કરી રહી છે. આમાં લેટેસ્ટ ડિવાઇસ Nokia 2760 ફીચર ફોન છે. Nokia 2760 Flip એ એક ક્લેમશેલ ડિઝાઇનવાળો એક ડિવાઈસ છે અને હવે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં માત્ર 19 ડોલર (રૂ.1,443)માં ખરીદી માટે ઉપલબ્ધ છે. ફોનમાં 2.8-ઇંચ ડિસ્પ્લે, 5MP કેમેરા અને મજબૂત બેટરી છે. ચાલો જાણીએ નોકિયા 2760 ફ્લિપના આકર્ષક ફીચર્સ…
Nokia 2760 Flip Price In India
નોકિયા 2760 ફ્લિપ સિંગલ બ્લેક કલરમાં Walmart, TracFone અને Straight Talk તરફથી 19 ડોલર (1,443 રૂપિયા)ની કિંમત પર ઉપલબ્ધ છે.
Nokia 2760 Flip Specifications
Nokia 2760 Flipમાં 2.83-ઈંચની ઈન્ટર્નલ LCD ડિસ્પ્લે છે અને તેમાં 1.77-ઇંચની બાહ્ય ડિસ્પ્લે છે. આંતરિક રીતે ડિવાઈસ 1.3GHz ક્વાડ-કોર પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે 4GB સ્ટોરેજની સાથે છે. કંપનીએ તેને ઉપયોગી બનાવવા માટે તેમાં કેટલાક ફીચર્સ જોડ્યા છે.
Nokia 2760 Flip Camera
નોકિયા 2760 ફ્લિપની પાછળની પેનલ પર ફ્લેશ સાથે 5-મેગાપિક્સલનો કેમેરા પણ છે. તે વેબ બ્રાઉઝિંગ, ઇમેઇલ જેવા સામાન્ય કાર્યોને સક્ષમ કરવા માટે કેટલીક એપ્લિકેશનો સાથે પ્રી-લોડેડ પણ આવે છે.
Nokia 2760 Flip Battery
બેટરી લાઇફ વિશે વાત કરીએ તો કંપની સિંગલ ચાર્જની સાથે 3.8 કલાકનો ટોક ટાઇમ અને 18 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપવાનું વચન આપે છે. ડિવાઈસમાં કીપેડ પર મોટા બટનો પણ છે, જે તેને સિનિયર સિટીઝન માટે યોગ્ય બનાવે છે.