ગાંધીનગર
KSV વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા શ્રી માણેકલાલ એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ એન્ડ રિસર્ચ ખાતે “Art of Speaking” વિષય પર વર્કશોપ યોજાયો
KSV વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા શ્રી માણેકલાલ એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ એન્ડ રિસર્ચ ખાતે “Art of Speaking” વિષય પર વર્કશોપ યોજાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર સંચાલિત વુમન ડેવલોપમેન્ટ સેલ (WDC) દ્વારા “Art of Speaking” વિષય પર બે-દિવસીય વર્કશોપનું એલડીઆરપી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી 200 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.આયોજિત વર્કશોપમાં વક્તા તરીકે નડિયાદના જાણીતા મોટીવેશનલ સ્પીકર ભાવિક ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ વિદ્યાર્થીનીઓને બોલવાની કળા, જીવનમાં સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, જીવનમાં આવતા અવરોધો અને આપણી નાની નાની આદતોને સુધારવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ વિગેરે મુદ્દાઓ પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત માણેકલાલ એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ એન્ડ રિસર્ચ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ એમ.એસ.સી. આઈ. ટી. અને એમ.એસ.સી. મેથેમેટીક્સના WDCકો-ઓર્ડિનેટર આસિસ્ટન્ટ પ્રો. ડિંકન પટેલ અને ડો. નિધિ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.