ગુજરાત
શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ !
શંકર સિહ વાધેલા જયચંદ કે અમીચંદ !
સાવધાન જયચંદ ફરી જાગ્યા છે !
ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા કોગ્રેસના જી 23 નેતા સાથે દિલ્હીમાં બેઠક કરીને આવ્યા,, તો ગુજરાતમાં બીજેપીને કઇ રીતે હરાવી શકાય તેવી ચર્ચા માટે પ્રેસ કોન્ફરન્સ રાખી
જેમાં તેઓએ ઇન્દિરાગાંધીથી લઇને સોનિયાગાંધી અને રાહુલ ગાંધીથી લઇને અહેમદ પટેલના ભરપેટ વખાણ કર્યા,,ત્યારે તેઓએ દાવો કર્યો કે તો રણનિતિ બનાવાયા તો ગુજરાતામં બીજેપીને
બે મહિનામાં હરાવી શકાય છે,,
કહેવત છે કે હારેલો જુગારી બમણો રમે,તેવી જ રીતે શંકર સિહ વાધેલા પોતાની રાજનિતિની આખરી બાજી રમવા માટે હવાતિયા મારી રહ્યા છે,અત્યારે ગુજરાતની રાજનિતિમાં વાધેલાની કોઇ છીકણી લેવા તૈયાર નથી, તેવામાં શકર સિહ બીજેપીને હરાવવાના મુગેરી લાલ કે હસીન સપને કોગ્રેસના જી 23ના નેતાઓઓને બતાવી રહ્યા છે અને પોતે મીયા મિઠ્ઠુ બની રહ્યા છે,મહત્વની વાત એ છે કે ભુતકાળમાં તેમને પ્રદેશ પ્રમુક તરીકે સ્થાન આપ્યુ હતુ, એટલુ જ નહી તેમને કેન્દ્રિય પ્રધાન પણ બનાવ્યા તો વિપક્ષ નેતા સુધીનો જવાબદારી આપી હતી છતાં વાધેલા કેમ કોગ્રેસને સત્તા અપાવી ન શક્યા તેવા સવાલ કોગ્રેસના કાર્યકર્તા ઉઠાવી રહ્યા છે
શંકર સિહ વાધેલા
ખીસાયાની બિલ્લી ખમ્ભા નોચે
શકર સિહ વાધેલા દિલ્હીથી આવ્યા બાદ કોગ્રેસની રણનિતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે, પાચ રાજ્યોમાં હારના કારણો ગણાવી રહ્યા છે,, ત્યારે સ્થાનિક કોગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે,,તેઓ કોગ્રેસમાં 1997થી 2017ના 20 વરસના સમયગાળામાં કોગ્રેસના મહત્વના પદો ઉપર રહ્યા,, ગાંધી પરિવારના વિશ્વાસુ હોવાનો દાવો કરતા રહ્યા,, છતાં પણ તેમની એગાવાની હેઠળ કોગ્રેસ ન તો લોકસભા ન વિધાનસભામાં કે સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં સારો પ્રદર્શન કરી ન શકી,,કોગ્રેસ મજબુત થવાના બદલે કમજોર થઇ,, તેમાંય શંકર સિહના કારણેજ કોગ્રેસ તુટી તેવી ઘટનાઓ ગુજરાતની જનતાઓ જોઇ છે,મહેન્દ્ર સિહ શંકર સિહ વાધેલા,છબીલ પટેલ, સોમાગાંડા પટેલ, રામ સિહ પરમાસ, સીકે રાઉલજી, ભોળા ભાઇ ગોહિલ, અમિત ચૌધરી,કરમસી પટેલ,ધર્મેન્દ્ર સિહ જાડેજા સહિતના ધારાસભ્યોએ કોગ્રેસ સાથે ગદ્દારી કરી હતી,જે તમામ શંકર સિહના વિશ્વાસુ હતા,
શંકરસિહ વાધેલાના ગદ્દારીનો રેકોર્ડ
વર્ષ 1995માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં બીજેપી 121 બેઠકો સાથે પ્રથમ વખત ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ થયું, જેની સાથે જ વર્ષોથી મનમા મુખ્યમંત્રી બનવાની સળવળતો રહેલો કિડો શંકર સિહમાં જાગી ઉઠ્યો,તેઓએ પણ ગુજરાતના મુખ્યમંત્રી બનાવા માટે તમામ પ્રયત્નો કર્યા જો કે એ સમયે ભાજપના સર્વે સર્વા અટલ બિહારી બાજપેઇ,અને લાલકૃષ્ણ આડવાણીએ એમની યોજના સફળ થવા ન દીધી,અને કેશુ ભાઇ પટેલને સીએમ તરીકે પ્રસ્થાપિત કર્યા ત્યારે વાધેલા સમસમીને બેસી રહ્યા,,થોડાક સમય બાદજ 1995માં જ ફરી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અમેરિકા વિદેશ પ્રવાસે ગયા, તેનીજ સાથે જ શંકર સિહે તેનુ પોત પ્રકાશ્યુ શંકર સિહે પોતાના વરિષ્ઠ સાથી કેશુભાઇ પટેલને ઉથલાવવા માટેની યોજના ઘડી કાઢી, પોતાનાગામ વાસણીયા ખાતે બીજેપીના ધારાસભ્યો સાથે કેમ્પ કરી ખુલ્લેઆમાં કેશુભાઇ પટેલને હટાવવા માટે રણશિંગુ ફુક્યુ જોકે એ સમયે તેઓ મુખ્યમંત્રીને બદલવામાં સફળ ન રહ્યા,થોડા સમય બાદ તેમણે મુખ્યમંત્રી બદલવા માટે જીદ પકડી, આખરે કેશુભાઇ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડ્યુ અને તેમના સ્થાને શંકરસિહના વિશ્વાસુ, સુરેશ મહેતાને ગુજરાતનુ સુકાન અપાયુ, જો કે કેશુભાઇ પટેલને હટાવ્યા બાદ પણ સંતુષ્ટ ન થયેલા વાધેલાને સત્તા ન મળતા રઘવાયા બન્યા, તેઓએ ફરી વાર કોગ્રેસના સહયોગથી 46 ધારાસભ્ય સાથે
ખજુરાહો કાંડ કર્યો, અને તેમા સફળ થયા, અહમદ પટેલ અને સોનિયાગાંધીના સહકારથી ગુજરાતના સીએમ બન્યા,, જેની સાથે જ શંકર સિહની ટનાટન સરકાર ચાલવા માંડી જોકે શંકર સિહ પોતાની આગવી શૈલીના સ્વભાવ જેની સાથે બેઠા હોય તેનુ જ અપમાન કરતા હતા, કોગ્રેસ માટે તેઓ એમ કહેતા કે તે બંધ મિલ જેવી પાર્ટી છે જે સિનિયર નેતાઓથી સહન ન થયુ આખરે તેમને કોગ્રેસે અલ્ટી મેટમ આપી મુખ્યમંત્રી પદથી હટાવ્યા,,તેના પછી દિલિપ પરીખ સીએમ બનાવાયા,,
કોગ્રેસમાં રહીને ઘોર ખોદતા વાધેલા
શંકર સિહ વાધેલાને ગુજરાતમાં રાજનિતક ભષ્માસુર પણ કહવાય છે,,કારણ કે તમની રવાડે ચડેલા નેતાઓ શોધ્યાય જડતા નથી, તેઓની રાજકીય કારકીર્દી સમાપ્ત થઇ ગઇ છે,વિપુલ ચૌધરી, ઉમેશ રાજ્યગુરુ,ગિરીશ પરમાર, તેમનાપુત્ર મહેન્દ્ર સિહ વાધેલા,ભોળા ભાઇ ગોહિલ,સહિતના નેતાઓને આજે મોઇક્રો સ્કોપથી પણ દેખાતા નથી કોગ્રેસે તેમને પ્રેદશ પ્રમુખ પદ આપ્યુ, તેમને કેન્દ્રિય મંત્રી બનાવ્યા, વિરોધ પક્ષના નેતા,ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન પણ બનાવ્યા,, છતાં તેઓએ કોગ્રેસને સત્તા તો ન અપાવી શક્યા, પણ બીજેપીના પકેજનો લાભ લઇને વિધાનસભા અને લોકભાની ચુટણી દરમિયાન કોગ્રેસને તોડી,
અહેમદ પટેલને હરાવવા ભરપુર પ્રયાસ કરતા વાધેલા
દિલ્હીથી જી 23 નેતાઓ સાથે મુલાકાત કરી આવેલા શંકર સિહ વાધેલા અહેમદ પટેલના ખુબ વખાણ કર્યા પણ તેમને બતાવી દઇએ કે એજ અહેમદ પટેલને હરાવવા માટે તેઓએ ગોલબંધી કરી હતી અને 14 ધારાસભ્યો તોડીને રાજીનામા અપાવી દીધા હતા, જ્યારે અહેમદ પટેલ જીવતા હતા ત્યારે તેઓ કહેતા હતા અહેમદ પટેલ જીતવાના નથી જેથી હુ તેમને મત નહી આપુ, હવે જ્યારે અહેમદ પટેલ આ દુનિયામાં નથી ત્યારે તેઓ મગરના આંસુ સારી રહ્યા છે,,