ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની કાર્યપ્રણાલી મહત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું શંકર ચૌધરી
ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક ધારાસભ્ય હકારાત્મક અને સક્રિય યોગદાન આપશે તેવા આશાવાદ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ સંવિધાનિક પદની જવાબદારીના નિર્વહનનોરાજ્યપાલઆચાર્ય દેવવ્રત, મુખ્યંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહના સૌ સન્માનીય સદસ્યોની ગરીમાસભર હાજરીમાં પ્રારંભ કર્યો.હતો.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આ કાર્યકાળ દરમ્યાન વિધાનસભાની કાર્યપ્રણાલીમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થાય અને લોકશાહીની ઉન્નત પરંપરાઓ બાબતે વધુને વધુ યુવાનોમાં જાગૃતતા આવે-તેમની સહભાગીતા વધે, તે માટે પણ હું સતત પ્રયાસ કરીશ.
તેઓને ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ તરીકેની જવાબદારી વિધિવત્ રીતે સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મંત્રીઓ, ધારાસભ્યો સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી