બાપુનગરમાં AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું
અમદાવાદની બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછુ ખેંચ્યું છે.શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે તેમજ કોંગ્રેસના મહેઝબિન પઠાણનો સંબંધી છે.અત્યારે શાહનવાઝ ખાન સસ્તા અનાજની દુકાન ધરાવે છે
આમ હવે બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ ,ભાજપના દિનેશ કુશવાહ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે ત્યારે
..ત્યારે જોવાનું રહ્યું કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ થશે કે પછી સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર રહેલા દિનેશ કુશવાહ કોંગ્રેસ પાસે બાપુનગરની બેઠક આંચકી લેશે તે તો સમય બતાવશે