ગાંધીનગર
સિનિયર નેતાઓએ પોતાના અંગત સંબધો સાચવવા માટે નિરીક્ષકો પાસે પેનલ માં નામો મુકાવ્યા
સિનિયર નેતાઓએ પોતાના અંગત સંબધો સાચવવા માટે નિરીક્ષકો પાસે પેનલ માં નામો મુકાવ્યા
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભા ની ચૂંટણીને લઇ ઉમેદવારોની પ્રકિયા હાથ ધરી છે ત્યારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પેનલો રજૂ કરાઈ છે તો કેટલીક બેઠકો પર સિંગલ નામો આવતા પ્રદેશ ના નેતાઓ એ નારાજગી વ્યક્ત કરી હતી કે આ વિધાનસભાઓ માં કેમ એક જ નામ છે બીજા સિનિયર કાર્યકર્તાઓએ પણ ટિકિટ માંગી છે તો તેમના નામ કેમ મુક્યા નથી..તો કેટલાક શહેર અને જિલ્લાઓના નેતાઓ ના પોતાના અંગત કાર્યકરોને સાચવવા તેમના નામ પણ પેનલ માં સેટ કરવા માટે પ્રેસર ટેક્નિક નિરીક્ષકો સમક્ષ અપનાવી નથી જેને લીધે ના છૂટકે વિધાનસભા ના કાર્યકર્તાઓની ભલામણ ના હોવા છતાં કાર્યકર્તાઓની ઈચ્છા વિરુદ્ધ તેમના નામો શહેર અને જિલ્લા લેવલ ના નેતાઓએ સંભવિત ઉમેદવારોની પેનલ માં સેટ કરાવ્યા છે જેને લઇ પ્રદેશ માં ગણગણાટ શરૂ થઇ ગયો છે..