શ્રીજી હાઈસ્કૂલ દ્વારા દીકરીઓને સ્વ સુરક્ષા ની અપાઈ તાલીમ
અમદાવાદના પૂર્વ વિસ્તાર માં બાપુનગર ખાતે આવેલ શ્રીજી વિદ્યાલય દ્વારા ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ મોટિવેશન કાર્યક્રમ શહીદ વીર મંગલ પાંડે હોલ ખાતે આયોજિત કરાયો હતો એ દરમ્યાન ૮૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને સ્વ સુરક્ષા ની તાલીમ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજય સરકારના સહકાર પ્રધાન જગદીશ પંચાલ , નિ.ડીવાયએસપી તરુણકુમાર બારોટ ,ભામાશા મગનભાઈ રામાણી, શ્રીજી હાઈસ્કૂલ ના ટ્રસ્ટી હિતેશ પટેલ તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી દિકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો.