અમદાવાદ
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાયો ચઢાવી !
બહિષ્કારનો મુદ્દો જય પ્રકાશ પટેલ વર્સીસ દિનેશ ચૌધરી બન્યો !
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે હવે એસ એસ સીની પરિક્ષાના મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે
જ્યારે બીજી તરફ આચાર્ય સંધે બહિષ્કાર પરત ખેચવાની જાહેરાત કરતા મામલો ગુચવાયો છે,જેથી હવે એસએસસીના પરિણામોમાં
વિલંબ થઇ શકે છે, જેની સીધી અસર પ્રવેશ પ્રક્રીયા પર થઇ શકે છે, આ ઘટના સાબિત કરે છે કે આચાર્ય સંધના પ્રમુખ જય પ્રકાશ પટેલ
ઉપર ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહામંડળને વિશ્વાસ રહ્યો નથી, જેથી બન્ને સંઘો હવે સામ સામે આવી ગયા છે,
શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !
જય પ્રકાશ પટેલે કહ્યુ શંકા કરવાની જરુર નથી
ગુજરાત રાજ્ય આચાર્ય સંધના પ્રમુખ જય પ્રકાશ પટેલે (મહિસાગર જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ) કેટલાક ગણ્યા ગાઠ્યા હોદ્દેદારો સાથે
શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીની મુલાકાત કરી,, અને ભાજપના કાર્યકર્તાની જેમ શિક્ષણ પ્રધાને જે આદેશ કર્યો તેને તેઓએ
નતમસ્તક શિસ ઝુકાવી સ્વીકારી લીધુ,, અને બહાર આવીને કહ્યુ કે બહિષ્કાર પરત ખેચ્યો છે,
આચાર્ય સંધોનો વિશ્વાસમાં લઇને પરત ખેચ્યોછે,
વિદ્યાર્થિઓના હિતમાં નિર્ણય લેવાયો છે,
અમે ફુટી ગયા નથી, કોઇને શંકા કરવાની જરુર નથી, પ્રશ્નોની રજુઆત કરી છે,સળંગ નોકરીનો ઇશ્યુ ઉકળતુ ચરુ જેવો છે,
શિક્ષણ પ્રધાન સાથે મિટીંગ કરી છે,, ઓપીએસ મુદ્દે આદોલન ચાલુ રહેશે
સંચાલકોના પ્રશ્નો, નોન ટીચીંગ સ્ટાફની સમસ્યા પણ નિવારણ લાવીશુ
શંકા કરવાની જરુર નથી,
બહિષ્કારનો મુદ્દો જય પ્રકાશ પટેલ વર્સીસ દિનેશ ચૌધરી બન્યો
દિનેશ ચૌધરી
જો કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહામંડળના પ્રમુખ દિનેશ ચૌધરીને જય પ્રકાશ પટેલ અને જીતુવાધાણીના ગઠબંધન
પર ભરોસો નથી,,કારણ કે જય પ્રકાશ પટેલ આચાર્ય સંધ ખભાનો ઉપયોગ કરીને ભાજપ અને સરકાર ઉપર દબાણ લાવીને
મહિસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમના માટે આચાર્યો કે શિક્ષકો કરતા
પોતાની રાજકીય કારકીર્દી વધુ વ્હાલી છે અને એટલે જ તેઓ બહિષ્કારને પરત લઇ લીધો છે,,
દિનેશ ચૌધરીએ જણાવ્યુ છેકે આખા રાજ્યમાં જિલ્લા સ્તરે પ્રમુખ મહામંત્રીઓની બેઠક યોજાઇ હતી, જેમાં માર્ચ એપ્રિલ 2022માં
એસએસસી પરિક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે, સાથે ફિક્સ પગારની પાચ વરસની નોકરીને
તમામ હેતુઓ માટે સળંગ ગણવામાં આવે તેવી માંગ કરાઇ છે,,સાથે તેઓએ તમામને અપિલ કરી છે કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મધ્યસ્થ
મુલ્યાંકન કેન્દ્રોના સરકારી હુકમને સ્વિકાર્યો હોય તો પરત કરી પોતાની શાળામાં ફરજ બજાવવાની રહેશે જેને રાજ્યના તમામ
જિલ્લા અને શહેરી ઘટક સંઘો સંકલન સમિતિએ પણ સમર્થન આપ્યુ છે,,
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
આચાર્ય સંધ ઉપર માધ્યમિક શિક્ષક સંધને વિશ્વાસ રહ્યો નથી,
આમ હાલ તો આચાર્ય શિક્ષક સંધે ભલે સરકાર સાથે બેઠક કરીને કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયત્ન કર્યો હોય
પણ જે રીતે માધ્યમિક શિક્ષક સંધે જય પ્રકાશ પટેલે સામે બાંયો ચઢાવી છે, તેનાથી એસએસસીના પરિણામોમાં
વિલંબ થઇ શકે છે, તેમાં સૌથી મોટી વાત એ છેકે હવે માધ્યમિક શિક્ષક સંધને આચાર્ય સંધ અને ખાસ કરીને
જય પ્રકાશ પટેલ ઉપર વિશ્વાસ રહ્યો નથી, અને એટલે આચાર્ય સંધે ભલે બહિષ્કાર પરત ખેચ્યો હોય
પણ માધ્યમિક શિક્ષક સંધે બહિષ્કાર ચાલુ રાખ્યો છે,
અશોકભાઈ પટેલ
April 7, 2022 at 10:43 pm
આવા આચાર્ય સંઘ ના પ્રમુખશ્રી પાસે થી રાજીનામું લેવામાં આવે અથવા આપી દેવું જોઈએ જય પ્રકાશ ભાઈ કરતા બીજા દિગ્ગજ નેતા મહિસાગર જિલ્લામાં છે
Pingback: AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો - Panchat TV