એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કપડવંજ તાલુકાના દાણા ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાના ક્લાર્ક પાસે ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીમાંથી ઓડિટ કરવા આવેલા સિ. ક્લાર્ક કમ જુનિયર ઓડિટરે વર્ગ દીઠ 500 લેખે બે વર્ગની રૂપિયા 1 હજારની લાંચ માંગતા નડિયાદ એસીબીના હાથે ઝડપાયા છે..
દાણા ગામમાં સરદાર પટેલ વિધાલય આવેલી છે.જેમાં કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરમાં સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટર તરીકે ફરજ બજાવતા ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા ઓડીટ માટે પહોંચ્યા હતા.. આ સ્કુલમાં ધોરણ- 9 તથા 10ના કુલ-2 વર્ગો આવેલ છે. અનુદાનીત બિનસરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા ઉત્તર બુનિયાદી શાળાઓના વર્ષ 2019-20ના વર્ષના ખાતાકીય હિસાબી ઓડીટ માટે કમિશ્નર શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ઓડીટ તપાસણી હાથ ધરાઈ હતી. જે બાબતે સિનિયર ક્લાર્ક કમ જુનિયર ફરજ બજાવતા ગટોરભાઈ બારૈયા આવ્યા હતા.
તેઓ એ એક વર્ગ દીઠ રૂપિયા 500 લાંચ પેટે માંગતા હોય ફરીયાદીએ આ આરોપી સાથે ઓડીટ કરાવવા માટે વાતચીત કરતાં સ્કુલનું વર્ષ 2019-20નું સરળતાથી ઓડીટ કરવા માટે અને ઓડીટમાં વાંધો નહિ કાઢવા માટે વર્ગ દીઠ રૂપિયા 500 લેખે બે વર્ગના કુલ રૂપિયા 1 હજાર વહેવાર પેટે લાંચની રકમ નક્કી કરાઈ હતી.જોકે આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા. આ બાબતે તેઓએ એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો.તેઓ એ ફરીયાદ આપતાં ડાકોર ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના પ્રાથર્ના ખંડમા લાંચનું છટકુ ગોઠવ્યું હતું. અને લાચીયા સિ. ક્લાર્ક ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા 1 હજાર સ્વિકારતા રંગેહાથે ઝડપાતા તેમની સામે કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે..