આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર રાજય માં ધરતી માતા બચાવો અભિયાન હાથ ધરવામાં આવનાર છે
સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે અમૃત મહોત્સવ નિમિતે ઈશા ફાઉન્ડેશન સમગ્ર રાજય માં ધરતી માતા બચાવો અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનમાં શાળાના શિક્ષકો ,વિદ્યાર્થીઓ ,સમાજના અગ્રણીઓ ,ગામ શહેર અને સમાજ ના દરેક વર્ગ ના લોકો લોકો ને માટી અભિયાન ને લઇ જાગૃત કરવામાં આવે તે જરૂરી છે.
ગુજરાત માં ખેડૂતો ના ખેતર ની માટીની ગુણવત્તા બાબતે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003-2004માં સોઇલ હેલ્થ કાર્ડ ની યોજના શરૂ કરવામાં આવી હતી.માટીમાં રહેલા પોષક તત્વો ની માપણી માટે વર્ષ 2008-2009માં 20 લેબોરેટરી હતી જે વધી ને આજે 115 સુધી પહોંચી ગઈ છે.
જમીન તેમજ પાકો ની ગુણવત્તા સુધારવા માટે રાજય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી રહી છે.અત્યારે ડાંગ જિલ્લો 100 ટકા પ્રાકૃતિક જિલ્લો બન્યો છે.
દરેક ગામ માં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અને ગામો માં ખેત તલાવડી અને વૃક્ષારોપણ કરવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પત્ર લખી ને હાકલ કરી છે જેથી આગામી સમય માં મોટા પ્રમાણ માં વૃક્ષારોપણ કરવા ને લીધે માટી ની ગુણવત્તા માં હકારાત્મક અસરો જોવા મળશે..