જાણીતા સંગીતકારની પત્નીને સાસરિયાએ માર માર્યો, વિડીયો વાયરલ- પોલીસમાં થઇ ફરિયાદ
અમદાવાદના એક મ્યુઝિશિયન અને તેની પત્નીનો વિવાદ જાહેર થઇ ગયો છે,, પત્ની સમાધાન કરવા જ્યારે સાસરિયાએ પહોચ્યા તો ત્યા મારા મારી થઇ,જેનો વિડીયો હાલ વાયરલ થઇ ગયો છે
મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો,,
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
ગાંધીનગરની સ્મિતલ ચૌહાણના લગન અમદાવાદના મ્યુઝિશિયન સાગર વાસોદીયા સાથે ફેબ્રુઆરી 2018માં થયા હતા, લગન લગન દરમિયાન રિસેપ્શનથી જ બન્ને પરિવારો વચ્ચે વાદ વિવાદ શરુ થયો હતો,
સ્મિતલની વાત માનીએ તો રિસેપ્શન દરમિયાન સાસરિયા પક્ષે અમારા પરિવારને સ્ટેજ ઉપરથી ઉતારી દીધો હતો, તે સિવાય સાસુ સસરા સહિતના પરિવારજનો વારં વાર ઘરમાં દહેજને લઇને મ્હેણા ટોણાં મારતા હતા,
ત્યારે લગનના સાત મહિનામાં સ્મિતલના પતિ સાગરે તેને માર મારી, જેથી પોલીસ ફરિયાદ જે તે સમયે થઇ હતી,
આ ઘટના પછી સ્મિતલ પોતાના પિયરમાં જતી રહી હતી, અને જ્યારે પણ સમાધાનની વાત થતી ત્યારે સાસરિયા પક્ષથી દહેજની માગ કરાતી, જેમાં ફ્રીજ ટીવી, સોફા બેડ, પાચ તોલા જ્વેલરીની માગ કરતા,સાસુ કહેતા કે જેટલી મે
મારી દિકરીને આપ્યુ છે,તેટલું લાવવાનુ હોય ત્યારે જ ઘરમા આવજો,, તેમ છતાં સ્મિતલ કહેતી હતી કે જો પતિ અને સસારિયા પક્ષ તેને સારી રીતે રાખશે તો તે જવા તૈયાર છે,ત્યારે
6 જુનના દિવસે જ્યારે સાસરિયા પક્ષે સ્મીતલને સમાધાન કરવા બોલાવ્યા, અને સમાધાન દરમિયાન વાત વરણી અને મારા મારી ઉપર આવી ગઇ,, આ ઘટનાનો વિડીયો પણ બનાવી લેવાયો અને જાહેર કરી દેવાયો છે,,ત્યારે વાત આનંદ નગર પોલીસ સ્ટેશન હાલ પહોચી છે,