સંકટ મોચક નરસિંહ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને મેડિકલ કેમ્પ નું કરાયું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ના નેતા નરસિંહ કાનાણી.અને બિપીન ભાઈ બલદાણીયા દ્વારા નિકોલ ખાતે ઉજવણી કરાઈ હતી તેમના જન્મદિન નિમિતે નિકોલ વોર્ડ માં રધુવીર વિધા વિહાર શાળામાં સહયોગી જીસીએસ હોસ્પિટલ ની મેડીકલ ડોકટરોની ટીમ સાથે સ્કૂલ ના પટાગણ માં દરેક રોગો નો નિ :શુકલ કેમ્પ યોજાયો તેમા પ્રદેશ ઉપાદયક્ષ અને પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા .સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ કેમ્પ દરમ્યાન સારવાર નો લાભ લેનાર તમામ દર્દીઓ ને નિઃશુલ્ક દવાઓ આપવા માં આવી હતી જરૂર પડ્યે નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવા માં આવશે
ત્યારે નોંધનીય છે કે ડાયમંડ એસોસિએશન સાથે જોડાયેલા નરસિંહ પટેલ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ના કદાવર નેતા ગણાય છે તેઓ ડાયમંડ ના કલાકારો માટે સતત કામ કરતા રહ્યા છે તેઓ હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે હમદર્દ બની ને મદદ કરતા રહ્યા છે જેને લીધે નરસિંહ પટેલ સંકટ મોચક તરીકે ઓળખાય છે આવા સેવા ભાવિ નરસિંહ પટેલ દ્વારા નિકોલ વોર્ડ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની નિમિતે સેવા કાર્યો કરી ને સમાજ ને એક નવી દિશા આપી છે..હવે જયારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આવી છે ત્યારે તેમના મોટાભાગ ના સમર્થકો માને છે કે નરસિંહ પટેલ ને દસ્ક્રોઈ કે ઠક્કર વિધાનસભા બેઠક પર થી ભાજપ ટિકિટ આપી શકે છે