કોંગ્રેસના કયા ઉમેદવારને જીતાડવા મૈદાને ઉતર્યા સંજય રાવલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ચૂંકી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે મથી રહી છે, જેને લીધે ગુજરાતની રાજનીતિનો રંગ જામી રહ્યો છે, ગુજરાતના યુવા મતદારો ઉપર જેની અસર છે તેવા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે વડા પ્રધાનની જેમ મનની વાત કરીને પોતાનો ઉભરો ઠાલવ્યો છે, તેમણે ભાજપ સહિત રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા સામે પણ નારાજગી વ્યકત કરી છે, અને કહ્યુ છે કે જે લોકો ગુજરાતમાં વિશેષ પ્રકારનો યોગદાન આપી રહ્યા છે,સમાજમાં સેવા કરી રહ્યા છે સમાજના ઉદ્ઘાર માટે કર્મશિલની જેમ કર્મયોગી બની ચુક્યા છે,ત્યારે આવા કર્મશિલોને રાજકીય પક્ષોએ શોધીને ટિકીટ આપવી જોઇએ, તેવી વડા પ્રધાન નરેન્દ્રમોદીને સુફિયાણી સલાહ આપી છે, તેઓએ કહ્યુ છે તેમણે પણ સમાજ માટે કઇક કરવુ છે, સરકાર સાથ આપે કે ન આપે તેઓ કામ કરી જ જપશે, જ્યારે બીજા એક વિડીયોમાં તેઓએ ભાવનગર જિલ્લા ભાજપના પુર્વ ધારાસભ્ય અને હાલ કોગ્રેસ મહુવાના ઉમેદવાર ડો,કનુભાઇ કલ્સારિયાને ચૂંટણી જીતવાડવા માટે અપીલ કરતા કહ્યુ છેકે તમે પાર્ટી ના જોતા, પણ વ્યકિતની સેવાની કદર કરીને મત આપજો,
https://youtu.be/odvhHi6R2T8઼
રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
કોંંગ્રેસમાં ટિકીટો વેચાઇ કે વહેચાઇ,કથિત ઓડિયો ક્લીપ વાયરલ !