kutchh
કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો
મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી
કિશોરીઓની આરોગ્ય તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપવાની સાથે વજન ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી
કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.
તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી ક્લબ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા અને બારોઈની કિશોરીઓનું વજન – ઉંચાઈ તથા હિમોગ્લોબીન તપાસ કરવાની સાથે તેમને ધનુર વિરોધી રસી આપવામાં આવી હતી. સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. સોહાનાબેન મિસ્ત્રી તથા ડો. પૂજાબેન કોટડીયા દ્વારા આરોગ્ય તપાસણી કરી જરૂરી દવાઓ અને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે હિમોગ્લોબિન અને રસીકરણ સી.એચ.ઓ. ખુશ્બુબેન અસારીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક ચક્ર વિશે સમજણ આપી અને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઈ જાટીયા, પ્રકાશભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ પંચાલ, સુમિત્રાબેન બલાત, કમળાબેન ફફલ તથા રોટરી ક્લબના પ્રમુખ સુનિલભાઈ વ્યાસની સાથે અતુલભાઇ પંડ્યા, બી. એમ. ગોહિલ, વિકી ગોહરાણી તથા ભુપેનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુન્દ્રા અને બારોઈની આશા બહેનોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.
kutchh
ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે ડો.નીમાબેન આચાર્ય

ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના, જૈન સાત સંઘના સંયુકત ઉપક્રમે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું
આજરોજ ભુજ ખાતે ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, તપગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના શ્રી જૈન સાત સંઘ ભુજના સંયુકત ઉપક્રમે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, જૈનિઝમ પર શોર્ટ ટર્મ કોર્ષિસ શરૂ કરાયા છે તે ખરેખર અભિનંદનપાત્ર છે. આજે કોર્ષના સંદર્ભમાં સંશોધન અને અભ્યાસુઓને વધુ લાભ મળી શકે તે માટે પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું છે તેનાથી અભ્યાસુઓ લાભાન્વિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને ભંગવતો દ્વારા લાઇબ્રેરીને ૧૨ હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે તે ખુબ જ ઉપયોગી થશે. આ પુસ્તકોની જૈનિઝમની વિચારધારા,મુલ્ય અને સંસ્કારોનું જતન થશે. તેમણે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું આજની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ડીજીટલ ઇન્ડીયાનો યુગ છે. ત્યારે વડાપ્રધાન આ મુહીમને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે અહીં પણ યુટયુબ ચેનલ શરૂ કરીને ટેકનોલોજી સમન્વય કરાયો છે તે સારી બાબત છે.
આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૈનિઝમ પર કોર્ષ સાથે આઇએએસ સ્ટીડી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનો તેનો લાભ લે તે જરૂરી છે. તેમણે પ્રાચીન ભારતના મુલ્યોને ઉજાગર કરવાની કચ્છ યુનિવર્સિટીની નેમ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પધારેલા સંતો-ભંગવતોએ ઉપસ્થિતોને ધાર્મિક સંદેશ આપ્યો હતો. વિવિધ સંઘના આગેવાનોશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, સાત સંઘના પ્રમુખ સ્મીતભાઇ ઝવેરી, મેહુલભાઇ ગાંધી, હિતેશભાઇ ખંડોર, જીગરભાઇ છેડા, કમલભાઇ મહેતા, હિમંતભાઇ ખંડોર, નવીનભાઇ , વિનોદભાઇ મહેતા સહીતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જૈન સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
kutchh
ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા
વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી
ભુજ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઈઓની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી હતી.
આ પ્રસંગે અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને સુરક્ષામાં વધારો કરીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગવાથી બહેનોની સુરક્ષામાં ખુબ જ વધારો થશે અને કોઈ પણ પ્રકાર ની સમસ્યાનું ઝડપથી નિરાકરણ થશે
આ તકે પોલીસ સ્ટાફ દ્વારા વોર્ડ નંબર પાંચના શહેરીજનો માટે સુરક્ષા માર્ગદર્શન રાખવામાં આવ્યું હતું
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજા, અગ્રણી ડો.ભાવેશભાઇ આચાર્ય વોર્ડ નંબર પાંચના નગરસેવકો વેપારી ભાઈઓ તેમજ વોર્ડ નંબર પાંચના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
kutchh
કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે :કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

રાજય સરકારનો મહત્વનો નિર્ણય
કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે :કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ
કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩-૨૪થી વેટરનરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મળ્યેથી શરૂ થશે
કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવાર અને શિક્ષણની સુવિધા મળશે
આ મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ મંજૂર
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.૨૦૨૩- ૨૪થી VCI ની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે.આ માટે મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ ૪૨ જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ ૩૨ જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ ૭૪ જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ,રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી રાધવજીભાઇ પટેલ,રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ ના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકારશ્રી દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા(VCI), નવી દિલ્હીના ધારા-ધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે રૂ.૫૦૦.૦૦ લાખ પુરાની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે.
તેમણે કહ્યું કે,ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઉંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેનાં માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉતીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતું, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.
હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ ૬ વેટનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે ૩૦૦ પશુચિકિત્સકોની જગ્યાએ, શરુઆતમાં ૬૦ જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે ૫૦૦ જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.
આ ઉપરાંત તેમણે માહિતી આપી હતી કે કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનીક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ