સેમસંગે ગેલેક્સી ‘A’ સિરીઝના બે નવા સ્માર્ટફોન Samsung Galaxy A13 અને Samsung Galaxy A23 ભારતમાં લૉન્ચ કર્યા છે.
આ બને ફોનમાં 4G કનેક્ટિવિટી આપવામાં આવી છે. બંને ફોન Samsung Galaxy A12 અને Galaxy A22ના અપગ્રેડેડ વર્ઝન છે. આ બંને સેમસંગ ફોનમાં ઓક્ટાકોર પ્રોસેસરની સાથે 6.6-ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. Samsung Galaxy A13 અને Galaxy A23માં 5000mAh બેટરી છે. બંને ફોનમાં ચાર રિયર કેમેરા છે જેમાં પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે.
Samsung Galaxy A13, Samsung Galaxy A12ની કિંમત
ભારતમાં Samsung Galaxy A13ની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા છે. આ કિંમતે 4 GB રેમ સાથે 64 GB સ્ટોરેજ મળશે. તો 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે. Samsung Galaxy A13 બ્લેક, લાઇટ બ્લુ, ઓરેન્જ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે. Samsung Galaxy A23ના 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજની કિંમત 19,499 રૂપિયા છે અને 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજની કિંમત 20,999 રૂપિયા છે. આ ફોન બ્લેક, લાઇટ બ્લુ, ઓરેન્જ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે.
Samsung Galaxy A13ની સ્પેસિફિકેશન
Samsung Galaxy A13માં Android 12 આધારિત One UI 4.1 છે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર છે, જેના મોડલ વિશે કંપનીએ માહિતી આપી નથી. તેમાં 6 GB સુધીની રેમ અને 128 GB સુધીની સ્ટોરેજ છે. ફોનમાં 6.6 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે.
Samsung Galaxy A13માં ચાર રિયર કેમેરા છે જેમાં પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે અને અન્ય બે લેન્સ 2-2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે Samsung Galaxy A13માં 4G, Wi-Fi, Bluetooth v5.0, GPS, 3.5mm હેડફોન જેક અને Type-C ચાર્જિંગ પોર્ટ છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 5000mAh બેટરી છે.
Samsung Galaxy A23ની સ્પેસિફિકેશન
Samsung Galaxy A23માં પણ Android 12 આધારિત One UI 4.1 છે. ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર છે, જેના મોડલ વિશે કંપનીએ માહિતી આપી નથી. તેમાં 8 GB સુધીની રેમ અને 128 GB સુધીની સ્ટોરેજ છે. ફોનમાં 6.6 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે.
Samsung Galaxy A23માં ચાર રિયર કેમેરા છે જેમાં પ્રાથમિક લેન્સ 50 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 5 મેગાપિક્સલનો છે અને અન્ય બે લેન્સ 2-2 મેગાપિક્સલના છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી માટે Samsung Galaxy A23માં 4G, Wi-Fi, Bluetooth v5.0, GPS, 3.5mm હેડફોન જેક અને Type-C ચાર્જિંગ પોર્ટ છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 5000mAh બેટરી છે. ફોનનું વજન 195 ગ્રામ છે.