સુરેન્દ્ર રાજપુતના નિધનથી શોકની લાગણી,
દરિયાપુર કાજી પુરના પુર્વ ધારાસભ્ય સુરેન્દ્ર રાજપુતનું લાબી માંદગી બાદ નિધન થયું છે, જેને લઇને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સીએલપી લીડર સુખરામ રાઠવા સહિતના લોકોએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે, ત્યારે નોધનિય છે કે સુરેન્દ્ર રાજપુત વર્ષ 1980માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા, ત્યાર બાદ તેઓ વર્ષ 1985માં બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા,
બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં
તેઓ વર્ષ 1990,વર્ષ 1998, અને વર્ષ 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂટણી હારી ગયા હતા, તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદીના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઇને ભારતિય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેઓ સતત જીવન પર્યંત સમાજના લાકોને મદદ રુપ થતા રહ્યા, તેઓના મનમાં હમેશા ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હમદર્દી રહેતી હતી, અને તેઓની પડખે ઉભા રહેતા, આવા સંવેદનશિલ, લાગણીશિલ અને પ્રજા વત્સલ નેતાના વિદાયથી પરપ્રાન્તિય સમાજને મોટી ખોટ પડી છે, જે ક્યારેય ભરપાઇ નહી થઇ શકે,
સુરેન્દ્રસિંહજી રાજપૂતના અંતિમ સંસ્કાર વી.એસ.હોસ્પિટલના સ્મશાનગૃહમાં થશે.
અંતિમયાત્રા આજરોજ તા. ૬/૮/૨૨ શનિવારે, બપોરે 3 વાગ્યે તેઓના નિવાસસ્થાનેથી વી. એસ માટે નીકળશે.
1, સૌમિલ બંગ્લોઝ, નિરમા વિદ્યાવિહાર પાસે, આકાશનીમ બંગ્લોઝની સામે, બોડકદેવ, અમદાવાદ.