એન્ટરટેનમેન્ટ
એસ.એસ. રાજમૌલિની બ્લોક બસ્ટર ફિલ્મ RRRનું ગુજરાત કનેક્શન, અહીં જાણો વિગત
સાઉથની મેગા બ્લોક બસ્ટર મુવી જે શુક્રવારેએ રિલીઝ થઈ છે. આ મૂવીનું ગુજરાત સાથેનું કનેક્શન સામે આવ્યું છે. જે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું નથી અને એ જ તમને મળી જાય તો. જી હા અમદાવાદમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થિની સાથે પણ કંઈક આવું જ બન્યું છે.
અંદાજે રૂપિયા 350 કરોડમાં બનેલી મલ્ટિસ્ટાર ફિલ્મ RRRમાં એક ગુજરાતી બાળાએ ગીત ગાયું હોવાનું બહાર આવ્યું છે. ફિલ્મના પ્રારંભે જે ગીત આવે છે તે ‘અંબર સે થોડા સૂરજ કો પ્યારા…અમ્મા કે આંચલને ઢક ડાલા સારા…’તે અમદાવાદની દીકરી રાગ પટેલે ગાયું છે.
RRR મુવી રિલીઝ થયા બાદ રાગ નાની ઉંમરે જ સ્ટાર બની ગઈ છે. સાઉથના સુપરડુપર ડાયરેક્ટર એસ.એસ. રાજમૌલિની બ્લોક બસ્ટર RRR મુવી રિલીઝ થઈ છે. આ મુવી રિલીઝ થતાની સાથે જ અમદાવાદની રાગ પટેલ રાતોરાત ફેમસ થઈ ગઈ છે.
રાગના પિતા રાજીવ પટેલને ફેસબુક પેજના મારફતે ધ્યાનમાં આવ્યું કે, સાઉથના ડિરેક્ટર એક મુવીના સોન્ગ માટે 12થી 15 વર્ષની દિકરીના અવાજની તલાશમાં છે. ફેસબુક પેજ દ્વારા તેઓએ દીકરીનો અવાજ રેકોર્ડ કર્યો અને તે તેમને મોકલી આપ્યો.
થોડા જ દિવસોમાં હૈદરાબાદથી ફોન આવ્યો કે રાગનો અવાજ તેમને ખૂબ ગમ્યો છે. સાથે તેઓએ જણાવ્યું કે રાગ સાથે એક પેરેન્ટ્સની ટિકિટ હૈદરાબાદ આવવા મોકલીએ છીએ.
રાગને પણ ત્યાં જઈને જ ખબર પડી કે RRR મુવી માટે તેણે સોલો સોંગ ગાવાનું છે. RRR મુવીના પ્રારંભે જ જે સોંગ અંબર સે થોડા સૂરજ કો પ્યારા.. અમ્મા કે આંચલને ઢક ડાલા સારા… તે રાગ પટેલે ગાયું છે. રાગ હાલ તે ધોરણ 10 માટે સ્ટડી કરે છે પણ ભવિષ્યમાં પ્લેબેક સિંગર બનવાની ઈચ્છા છે.