રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં સૈનિકોની સાથે-સાથે સામાન્ય નાગરિકો પણ નિશાન બની રહ્યા છે. યુક્રેનમાં મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કીવમાં થઇ રહેલા રોકેટ હુમલામાં યુક્રેનની અભિનેત્રી Oksana Shvetsનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, 67 વર્ષીય થિયેટર એક્ટ્રેસ Oksana Shvetsનું નિધન કીવમાં રશિયાના રોકેટ હુમલામાં થયું છે.
હુમલામાં અભિનેત્રીનું નિધન
Oksana Shvetsના નિધનના સમાચાર Young Theatre Community આપ્યા છે. અહીં અભિનેત્રીએ લાંબા સમય સુધી કામ કર્યું. થિયેટર સાથે સંકળાયેલા Oksana Shvetsનું કીવમાં થયેલા રોકેટ હુમલામાં નિધન થયું છે. થિયેટર કમ્યુનિટીએ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આ સમાચાર આપ્યા છે.
તેમણે જણાવ્યું કે, એક રહેણાંક મકાન પર રશિયન રોકેટ હુમલામાં Oksana Shvetsનું અવસાન થયું છે. થિયેટર કમ્યુનિટીએ ઓક્સાનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને યુદ્ધ પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
મોટા એવોર્ડથી કરવામાં આવ્યા હતા સન્માનિત
Oksana Shvets યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેમના કામને ખૂબ જ પસંદ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, તેમને યુક્રેનના સર્વોચ્ચ કલાત્મક સન્માન Honored Artist of Ukraineથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ઇવાન ફ્રાન્કો થિયેટર અને કિવ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયેટર આર્ટ્સમાં અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમણે ટેર્નોપિલ મ્યુઝિક એન્ડ ડ્રામા થિયેટર અને કિવ થિયેટર ઑફ સટાયર સાથે પણ કામ કર્યું હતું.