મોસ્કોઃ યુક્રેન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે રશિયાએ યુદ્ધની ઘોષણા કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીની ઔપચારિક રીતે જાહેરાત કરી છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ રશિયન ઓપરેશનમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે જવાબી કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો છે. જ્યારે, આ જાહેરાત પછી, સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. યુએનએ કહ્યું છે કે રશિયાએ તેના સૈનિકોને હુમલા કરતા અટકાવવા જોઈએ.
રાજધાની કીવમમાં શરૂ થયા બ્લાસ્ટ
ન્યૂઝ એજન્સી AFPના અનુસાર, રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટના અહેવાલો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે યુક્રેને રેડ લાઈન પાર કરી છે.
રૂસે યુક્રેનના 2 વિસ્તારોને કર્યા હતા અલગ
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ યથાવત છે. આ અંગે યુરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશોને વાતચીતના સ્તરેથી ઉકેલ શોધવા કહ્યું હતું. દરમિયાન, રશિયાએ યુક્રેનના બે પ્રદેશોને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. આ પછી અમેરિકા અને યુરોપ સહિત અન્ય દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા.
રૂસે કહ્યું- કબ્જાનો કોઈ ઈરાદો નહીં
પ્રતિબંધો છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં આખી દુનિયા ચોંકી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ બંધ કરવા કહ્યું છે. સાથે જ પુતિનનું કહેવું છે કે યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી.
યુક્રેન સેના કરે સરેન્ડર
જ્યારે, રશિયાના યુદ્ધની ઘોષણા પછી, રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવું જોઈએ અને ઘરે જવું જોઈએ. સાથે જ નાટો દેશોને લઈને પુતિને કહ્યું છે કે અમે તમામ પ્રકારના પરિણામો માટે તૈયાર છીએ. જો કોઈ ઓપરેશનમાં દખલ કરી, તો તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
ભારતે કરી શાંતિની અપીલ
રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા બાદ ભારતે શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે બંને દેશોએ વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.