ગુજરાતના ભાવિ માટે રન ફોર વોટનું કરાયું આયોજન
ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ મતદાન થનાર છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે લોક જાગૃતિ ના ઉદેશથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટનું આયોજન અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા આયોજન કરાયું હતું વધુને વધુ લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં 15,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ વોટ કરવા પ્રેરિત થાય તેના માટે આ રન પર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના ગામડાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાતના ભાવિ માટે રન ફોર વોટનું કરાયું આયોજન
