રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં નિયમો તૈયાર : આગામી ટૂંક સમયમાં જાહેર કરાશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત
રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં નિયમો તૈયાર : આગામી ટૂંક સમયમાં જાહેર કરાશે : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
…..https://www.panchattv.com/thus-aam-aadmi-party-can-give-a-big-tweak-to-bjp-and-congress/
ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
નર્મદા યોજના ની કલ્પના સરદારની હતી નેહરુની નહોતી -નીતિન પટેલ
શિક્ષણ મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધણા લાબા સમયથી ફરજ બજાવતા શિક્ષકો માટેના બદલી સહિતના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ આપી બદલીની જોગવાઈ કરવાથી તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોને આ નવા નિયમોથી ફાયદો-લાભ મળશે તેમ પણ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.