એન્ટરટેનમેન્ટ
RRR Box Office Collection Day 1: રાજામૌલીની ફિલ્મે કરી તોફાની ઓપનિંગ, વિશ્વભરમાં મચાવ્યો તહેલકો; જાણો પ્રથમ દિવસનું કલેક્શન
RRR Box Office Collection Day 1: એસ.એસ રાજામૌલીની મોસ્ટ અવેઇટેડ RRR સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ વિશે પહેલેથી જ ચર્ચા હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે આ ફિલ્મની પ્રથમ દિવસની કમાણી પણ સામે આવી છે. ચાલો જાણીએ ફિલ્મે ઓપનિંગ ડે પર કેટલા કરોડની કમાણી કરી.
બાહુબલી 2એ વર્લ્ડવાઈડ 213 કરોડની ઓપનિંગ કરી હતી. જ્યારે RRRએ વિશ્વભરમાં 250 કરોડથી વધુની કમાણી કરી છે. તે વિશ્વભરમાં સૌથી મોટી ઓપનિંગ આપનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.
RRRએ હિન્દીમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. એડવાન્સ બુકિંગ રિપોર્ટના આધારે, ફિલ્મ 12-13 કરોડની કમાણી કરે તેવી અપેક્ષા હતી. પરંતુ ફિલ્મે 17-18 કરોડની આસપાસ કલેક્શન કર્યું છે. અહીં ફિલ્મને પોઝિટિવ વર્ડ ઓફ માઉથનો જબરદસ્ત ફાયદો મળ્યો છે.
ઓવરસીઝમાં દબદબો
માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ફિલ્મનો દબદબો જોવા મળ્યો. ફિલ્મે પ્રથમ દિવસે યુએસએમાં 5 મિલિયન ડોલરથી વધુનું કલેક્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં 4.03 કરોડ, ન્યુઝીલેન્ડમાં 37.07 લાખ અને યુકેમાં 2.40 કરોડનું કલેક્શન થયું છે.
તેલુગુ રાજ્યોમાં 100 કરોડ
આ ફિલ્મે માત્ર તેલુગુ રાજ્યોમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના તેલુગુ વર્ઝને 120 કરોડનું ઓપનિંગ કલેક્શન આપ્યું છે. આ ફિલ્મે માત્ર હૈદરાબાદમાં જ 23.3 કરોડનું કલેક્શન કર્યું છે.
વર્લ્ડવાઈડ કલેક્શન
ફિલ્મે પ્રથમ દિવસે ઓવરસીઝમાં લગભગ 75 કરોડનું કલેક્શન કર્યું છે. તો ફિલ્મે તમામ ભાષાઓ સહિત ભારતમાં 150 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ તે અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
રેકોર્ડતોડ શરૂઆત
આ ફિલ્મે ઓપનિંગની સાથે જ બોક્સ ઓફિસ પર એક સાથે ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. ટ્રેડ પંડિતોનું માનીએ તો પહેલા વીકએન્ડમાં જ ફિલ્મ ભારતમાં 400 કરોડનો આંકડો પાર કરી જશે. તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પરથી ઇન્સ્પાયર ફિલ્મ આગામી દિવસોમાં શું કરે છે તે જોવું રસપ્રદ રહેશે.