રાજ્યો ના નિવૃત પોલીસ વડાઓ એ કેજરીવાલ ની પોલીસ સાથે ના ઘષર્ણ ને લઇ રાષ્ટ્પતિ ને લખ્યો પત્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત માં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 27 વર્ષ થી ગુજરાતનો ગઢ બની ગયેલ ભાજપ ને ટક્કર આપવા માટે મેદાન માં ઉતર્યા છે તેઓ ગુજરાત માં આમ આદમી પાર્ટી ની પેઠ ને વધુ મજબૂત થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે..જેના ભાગ રૂપે અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભામાં ઓટો રીક્ષા ચાલક ના નિવાસસ્થાને રીક્ષા માં પ્રવાસ કરી ને ભોજન અર્થે પહોંચ્યા હતા જેને લઇ ને પોલીસે સલામતી ને લઇ સવાલો ઉભા કર્યા હતા ત્યારે હવે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવી ને નિવૃત થઇ ચૂકેલા પોલીસ અધિકારીઓએ દિલ્હી ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ને રીતિ નીતિ સવાલો ઉઠાવ્યા છે.તેઓ આ બાબતે રાષ્ટ્પતિ ને પત્ર લખી ને દિલ્હી ના મુખ્યપ્રધાન સામે પગલાં ભરવા રજુઆત કરી છે.