ગુજરાતમાં રાત્રી ના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે,
રાજય સરકાર ના ગૃહ વિભાગનું નવરાત્રીને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગૃહ વિભાગનું ભોપાળું બહાર આવ્યું છે.સમગ્ર રાજયમાં રંગે ચંગે જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ થઇ ગઈ છે છતાં ગૃહ વિભાગ ને ખબર નથી.જન્માષ્ટમી ક્યારે આવે છે આજે ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા માં જન્માષ્ટમી ,નવરાત્રી અને દશેરા દરમ્યાન રાત્રી ના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ આપી છે શું ગૃહ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ને ખબર નથી હોતી કે જન્માષ્ટમી ક્યારે આવે છે હવે જયારે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવણી થઇ ગઈ હોય ત્યારે આ પ્રકારનું ગૃહ વિભાગનું ભોપાળું ગુજરાતની જનતા ને શું મેસેજ આપે છે..આ વર્ષ 2022ની જન્માષ્ટમી ની ઉજવણી માટે છે કે વર્ષ 2023માં યોજાનાર જન્માષ્ટમી માટે બહાર પાડ્યું છે..જેને લઇ ગૃહ વિભાગ ના ક્યાં અધિકારી એ બહાર પાડ્યો છે તે એક ચર્ચા નો વિષય છે..
નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકારે લાઉડ સ્પીકર મામલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની વગાડવાની છૂટઅપાઈ છે. રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી 12 વાગ્યા સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.
જ્યારે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી આસપાસનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર કરાશે.
જેને લઇ ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે કે, ગુજરાતની સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.