બોટાદના લઠ્ઠા કાંડને લઇને ભાજપના કયા મહિલા નેતાએ કહ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા
સમગ્ર વિશ્વનું ગૌરવ વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહના ગુજરાતમાં દારુના ખરીદ વેચાણ પર સંપુર્ણ પ્રતિબંધ છે, જેનો ગુજરાતની ભાજપ સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પોલીસ કડકાઇથી દારુ બંધીનો અમલ કરાવી રહી છે, પોલીસની લાલ આંખના કારણે બુટલેગરો ગુજરાતમાં દારુ વેચવાની હિમ્મત પણ કરી સકતા નથી, એવા 27 વરસથી શાષન છે તેવા ભાજપના રાજમાં કોની મહેરબાનીથી લઠ્ઠા કાંડ કમ કેમિકલકાંડ થયો, તે એક મોટો તપાસનો વિષય છે,ધંધુકા બરવાળામાં કથિત લઠ્ઠાકાંડ દરમિયાન 41 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ભાજપના મહિલા નેતાએ ખુલીને ટ્ટીટ કર્યુ છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સે આ નેતાને તો ઝાટકી નાખ્યા છે,, સાથે સાથે જેમને લઠ્ઠા કાંડ સાથે સીધુ લેવા દેવા નથી તેવા ગુજરાત ગુજરાત ભાજપના અધ્યક્ષને પણ આડે હાથે લીધા છે,
જીનલ પટેલ નામની ટ્ટીટર યુઝરે એક ટ્ટીટ કર્યુ,, જેમા તેણે લખ્યુ કે દારુ પીતા મર્યા છે કોઇ સત્સંગ કરતા નથી મર્યા જે એટલો મોટો હોબાળો થઇ રહ્યો છે, જેના કારણે સોશિયલ મિડીયા યુઝર્સ જીનલ પટેલ ઉપર ભડકી ઉઠ્યા હતા, અને આક્રમક તેવરમાં લોકોએ આ યુઝર્સ ઝાટકી નાખી હતી, ટ્ટીટર ઉપર જીનલ પટેલ પોતાને ઉત્તર ગુજરાત ભાજપના સયોંજક ગણાવે છે, સાથે સાથે તેઓ પોતાની જાતને સ્વય સેવક તરીકે ઓળખાવી છે, તેમના ટ્ટીટ પછી જાણે લોકોનો રોષ ટ્ટીટર ઉપર ભડકી ઉઠ્યો હતો, અનેક યુઝર્સે સરકાર પોલીસ અને ભાજપના પ્રમુખને પણ છોડ્યા ન હતા,
મેહુલ ઠક્કર નામના યુઝર્સે લખ્યુ કે
તમારે એવું લખવું જોઈતું હતું કે દારૂ વેચીને પ્રદેશ અધ્યક્ષ બન્યા છે એમાં આટલો હોબાળો શાનો કરો છો?
વિજય પી નામના યુઝર્સે લખ્યુ છે કે
આ બધો કરોડો રૂપિયા નો ખેલ છે, નેતા કે કોઈ પણ રાજકીય પક્ષ હોય વર્ષો થી દારૂબંધી નો ખેલ ખેલાય છે, મહારાષ્ટ્ર મા 1બોટલ 100મા વેચાય તો ગુજરાત મા 1બોટલ 300 વેચાઈ જાય છે. 200% નો નફો થાય તો આ કરોડો રૂપિયાની કમાણી કોને ના પસંદ હોય, પછી આવું થાય તો પણ લોકો થોડાં દિવસો મા ભૂલી જાય..
યગ્નેશ બ્રહ્મભટ્ટે લખ્યુ છે કે
ઓ બેન દારૂ પી ને મરે કે ઝેર પી ને એતો જે ના સ્વજનો જાય તે ને ખબર પડે . અને હા દારૂબંધી છે તેનું પાલન પ્રશાસન કરાવી શકતું નથી તેની વાત કરો .
ચિન્કી નામના યુઝર્સે લખ્યુ છે કે
હોબાળો કરે જ ને…૩૭ જણા નું મૃત્યુ થયું છે અને એક બાજુ એમ કહો છો કે ગુજરાત માં દારૂબંધી છે તો આ વસ્તુ આવી ક્યાં થી.
વિજય ખેરાલાએ લખ્યુ છે કે
એ દારુ વેચવામાં તમારા જેવા રાજકારણીનોજ હાથશે જે પોતાના ખોયા હોય એનેજ ખબર હોય ગરીબના પૈસા ખાયને કોય સુખી નય થાય ભાજપને ભલે આજ સારુ લાગે ખોટું તો ભોગવુ જ પડશે તમે હસો તો તમારે પણ
જય બાલાજીએ લખ્યુ છે કે
Bjp કાનૂન વ્યવસ્થા જાળવવા માં ફૈલ છે એ પણ સ્વીકારો. દારૂબંધી હોવા છતાં આટલા બધા પાસે કેમ પહોંચ્યો? 7 કરોડ ના ગુજરાત માં બળાત્કાર/હત્યા 27 કરોડ ના યુપી કરતા પણ વધી ગયા છે. સુરત અને રાજકોટ માં તો હાલત અફઘાનિસ્તાન કરતા ય ખરાબ છે. ગૃહ મંત્રી રસ્તા repair ના ફોટા પાડવા માં વ્યસ્ત!
કશ્યપ પાટીલે લખ્યુ છે કે
અરે ઓ મેડમ..પહેલી વાત કે મોદીજી ના ગુજરાત માં દારૂ ક્યા મલે છે.? તમે બીજેપી ના કાર્યકર થઇને માની તો લીધું કે હા ગુજરાત માં દારૂ ખુલ્લેઆમ મળે છે. થોડીક તો શરમ કરો તમે લોકો દારૂબંધી ની પોલ ખુલી ગઈ તમારી એ છૂપાવવા માટે તમે દારૂ પીને મરનાર ને દોષ આપોછો..જરાક વિચારો દારૂ મળતો નહોત તો.
આમ જે રીતે ભાજપની આ મહિલા નેતાએ અસવેદનશિલ ટ્ટીટ કર્યુ તેને લઇને હાલ સમગ્ર ભાજપ અને સરકારની આબરુ ધુળ ધાણી થઇ રહી છે,