અમદાવાદ
સાયલામાં દલિત સગીરા ઉપર બળાત્કાર, આરોપી પોલીસ પકડથી દુર
સાયલામાં દલિત સગીરા ઉપર બળાત્કાર, આરોપી પોલીસ પકડથી દુર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ફરિયાદ મુજબ ગરીબ પરિવારમા જન્મેલી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોધાઇ છે
ફરિયાદીના કહેવા મુજબ આરોપી રાજદીપ ખાચર તેની હોસ્ટલ પર આવીને સગીરાને કારમા જબરજસ્તી બેસાડીને લઇ ગયો હતો,, જ્યાં સર્વોદય નામની હોટલના પાર્કિંગમાં સગીરાની ઇચ્છા વિરુધ્ધ બળજબરીથી શારીરિક સંબધ બાધ્યો હતો, અને પછી પિતા અને બન્ને ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે સાયલા પોલીસ દ્વારા ફરિયાદ નોધી તપાસ શરુ કરાઇ છે, હાલ આરોપી ફરાર છે,