ભાજપના કયા નેતાઓ વિરુધ્ધ નોધાયો બળાત્કારનો કેસ !
ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પોક્સોનો ગુનો નોંધાયો છે. તેમની સાથે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ 4 લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતાઓ સામેના પોક્સોના કેસથી રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાજસ્થાનના આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં 20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો છે.

પીડીતાએ પંચાત ટીવીને સંભળાવી આપવીતી-
પીડીતાએ જણાવ્યુ હતુ કેં ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભાના પ્રવાસ દરમિયાન મુલાકાત થઈ હતી . ત્યારબાદ અમે નિયમિત MLA ક્વાર્ટરમાં મળતાં હતાં એમની સાથે. એમણે મને પત્ની તરીકે રાખવાનો વચન આપીને મારી સાથે ફિઝીકલ રિલેશન પણ બાંધ્યા હતા. 2020માં જેસલમેર જવાનું હોવાથી મારી દીકરીને લઈને હું એમની સાથે જેસલમેર જવા નીકળી હતી ત્યારે મને વોમેટ થતી હતી, એટલે ગાડી હિલક્રિસ્ટ હોટલ પાસે ઊભી રાખી હતી. ત્યારે તેઓએ મારી દીકરીને આઈસક્રીમ ખાવાના બહાને લઈ ગયા હતા અને મારી દીકરી જોડે શારીરિક અડપલાં, તેમજ જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી. ત્યારબાદ મારી દીકરી પરત આવી ત્યારે મારી દીકરીએ મને જાણ કરી. તો મારી દીકરીએ એવું કહ્યું કે, મમ્મી આપણે ઘરે જતાં રહીએ, તે રડવા લાગી હતી. મને એમ કે તેને કંઈક થયું હશે. મેં બહુ પૂછવાની કોશિષ કરી, પણ એણે કંઈ જણાવ્યું નહીં. ત્યારબાદ એપ્રિલમાં-માર્ચમાં મેં પોઈઝન પીધું હતું, આ લોકોના ત્રાસથી. કારણ કે, આ લોકો મને હેરેસમેન્ટ કરતા હતા અને મને ધમકીઓ મળતી હતી કે, મારી દીકરી બાબતે કોઈને જાણ કરવી નહીં. તો મેં કંટાળીને જ્યારે પોઈઝન પીધું. ત્યારે એ લોકોએ મને એમ કહ્યું, કે તમે જો મારી દીકરી બાબતે કોઈની પણ સાથે ચર્ચા કરશો તો અમે તમારી પર કાયદાકીય કેસ પણ કરાવીશું અને તમને ફસાવી પણ દઈશું અને તમને મારી પણ નાખીશું. ત્યારે મારી દીકરીએ મને કહી દીધું કે, મમ્મી, મારી સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ મારી જોડે શારીરિક છેડછાડ પણ કરી હતી અને જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી. ત્યારબાદ હું સદર પોલીસ સ્ટેશન આવી અને ત્યાં મેં એક અરજી આપી પણ પોલીસ કોઈ તપાસમાં ખબર નઈ એમણે શું કર્યુ અને એમાં કંઈ અમને સફળતા મળી નહીં. ત્યારબાદ અમે સિરોહી કોર્ટમાં એક એપ્લિકેશન નાખી અને કોર્ટે અમને સાચા છે તેવું માની અને પોલીસ તપાસ ખોટી છે તેવું માનીને આમાં પોક્સોનો ઓર્ડર કર્યો છે .

રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !
આરોપીઓઃ1.ગજેન્દ્રસિંહ પરમાર (નિવાસી- વક્તાપુર,તલોદ, સાબરકાંઠા) 2.મહેશ પટેલ (નિવાસી, શ્યામ વિલાસ સોસાયટી, ગ્રીન પાર્ક મહાવીરનગર, હિંમતનગર, ગુજરાત) 3.બે અન્ય વ્યક્તિ
(સમગ્ર ઘટના 10.11.2020ની છે)
ફરિયાદી આરોપી ગજેન્દ્રસિંહ પરમાર (નિવાસી- વક્તાપુર,તલોદ, સાબરકાંઠા)ને ઘણા સમયથી જાણે છે. તેની સાથેના અન્ય બે આરોપીમાંથી એક આરોપી કે જેનું નામ ગણપત છે, તેને પણ ચહેરાથી ઓળખે છે.
ફરિયાદી મહિલા અને તેમની પુત્રી કે જે સગીરા છે, તેઓ આરોપી ગજેન્દ્રસિંહની ગાડીમાં ફરવા માટે જેસલમેર જઈ રહ્યા હતા. રાતના લગભગ 12 કલાકે હિલક્રિસ્ટ હોટલ પાસે,દાનવાવ, આબુ રોડ સામે ફરિયાદીનો જીવ ગભરાવવા લાગ્યો અને તે ગાડીની બહાર આવી ગઈ અને ઘણા સમય સુધી બહાર જ બેઠી રહી. ફરિયાદીને ઉલટી થવા લાગી અને ત્યારબાદ ફરિયાદી જ્યારે ગાડીમાં પાછી બેસવા ગઈ ત્યારે તેની પુત્રી ગાડીમાંથી બહાર આવીને રડવા લાગી. તેમણે પુત્રીને રડવાનું કારણ પૂછ્યું તો તેણીએ કહ્યું કે મારે આ લોકોની સાથે નથી જવું અને કહ્યું આપણે ઘરે જઈએ. આ વાતને લઈ ફરિયાદીએ ગજેન્દ્રસિંહ સાથે ઝઘડો કર્યો. પછી ફરિયાદી અને તેની પુત્રી ફરવા ના ગઈ અને પોતાના ઘરે અમદાવાદ ચાલ્યા ગયા.

ફરિયાદીએ એક વર્ષ બાદ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ અમદાવાદમાં કેસ કર્યો. જેથી ગજેન્દ્રસિંહે ઘણા પ્રકારના દબાણો ફરિયાદી પર બનાવ્યા છે. ત્યારે ફરિયાદીએ તેનાથી હેરાન થઈ તારીખ 5-3-2022 એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ફરિયાદીની પુત્રીએ તારીખ 10-11-2020એ તળેટીમાં આરોપી ગજેન્દ્રસિંહ અને અન્ય બે લોકો દ્વારા તેની સાથે છેડતી થઈ અને ગજેન્દ્રસિંહ દ્વારા ફરિયાદીને સ્તન અને જાંગ પર હાથ ફેરવ્યો અને જબરદસ્તી કરવાની સમગ્ર ઘટના વર્ણવી હતી. આ પ્રકારે આરોપી ગજેન્દ્રસિંહ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા ફરિયાદીની સગીર પુત્રીની સાથે તારીખ 10.11.2020એ છેડતી કરી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદીએ ઉપરોક્ત ઘટનાની ફરિયાદ કરવાનું વિચાર્યુ પણ આરોપી ગજેન્દ્રસિંહ રાજનીતિમાં સારી પકડ ઘરાવે છે અને તેનું મોટા લોકો સાથે ઊઠવા બેસવાનું પણ છે. જેથી ફરિયાદી મહિલાની કોઈ ફરિયાદ કરવાની હિંમત ના થઈ. ફરિયાદીને આરોપી નં.2 મહેશભાઈ પટેલ ફરિયાદીના ઘરે આવીને ધમકાવતો પણ હતો અને કહેતો કે આબુરોડની ઘટના વિશે તે અથવા તારી પુત્રીએ કોઈ ફરિયાદ કરી તો બંનેને જાનથી મારી નાંખીશ. તમે અમારુ કાંઈ બગાડી નહી શકો. અમારી રાજનીતિમાં સારી પકડ છે. આમ પણ પોલીસ અમારુ કાંઈ નહી બગાડી શકે. આ ઉપરાંત આરોપી મહેશ પટેલ દ્વારા ફરિયાદીની પુત્રી સાથે ઘણીવાર છેડતી કરવામાં આવી જેથી ફરિયાદી આ લોકોથી ઘણી ડરી ગઈ હતી.
આ ઉપરાંત પણ ફરિયાદી અને તેની સગીર પુત્રીએ હિંમત રાખી આબુરોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 26.05.2022એ ફરિયાદ આપી. પરંતુ તે ફરિયાદ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ.

આ સંદર્ભમાં ફરિયાદી દ્વારા તારીખ 11.10.2022એ લેખિત ફરિયાદ રજીસ્ટર્ડ એડીથી આબૂ રોડ પોલીસ અધિકારીને મોકલી હતી અને તારીખ 12.10.22 એ જ મળી હતી. એક ફરિયાદ સિરોહીના પોલીસ અધિક્ષકને મોકલી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ દ્વારા ફરિયાદીને બોલાવી તેના કોઈ નિવેદન પણ લેવામાં આવ્યા નથી.
ફરિયાદની સુનાવણી અને ક્ષેત્રાધિકાર ન્યાયાલય હેઠળ છે.
આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 8-જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 354. 354A, 365,506,384 / 34 ઉપરાંત પોક્સો એક્ટની 7/8 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.