ઇન્ડિયા

રાકેશ ટિકૈત બેઠા ધરણા પરઃ BKUના પ્રવક્તાએ મુઝફ્ફરનગર પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

Published

on

મુઝફ્ફરનગરમાં સોમવારે મોડી રાત્રે જિલ્લા હોસ્પિટલમાંથી BKU કાર્યકરોની અટકાયતના વિરોધમાં ચૌધરી રાકેશ ટિકૈત નગર કોટવાલીમાં ધરણા પર બેઠા છે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે, પોલીસે ખોટી રીતે કાર્યવાહી કરી છે.

 

 

સોમવારે મોડી રાત્રે શહેરના પ્રકાશ ચોક ખાતે આવેલી હોટલ પર ટીટાવીના બે ગ્રામજનો અને હોટલ માલિકના પુત્રો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ બંને પક્ષોને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ગ્રામજનોએ બીકેયુના કાર્યકરોને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા.

 

Advertisement

જિલ્લા હોસ્પિટલમાં પણ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બીકેયુના કાર્યકરો ટીટાવીના બંને ગ્રામજનોને પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલે પોલીસે 11 લોકોની અટકાયત કરી છે.

BKUના પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈત મંગળવારે સવારે નગર કોટવાલી પહોંચ્યા અને ગ્રામીણો સામે ખોટી કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ લગાવ્યો. પોલીસે તપાસ કરવા જણાવ્યું હતું. આ મામલે રાકેશ ટિકૈત સમર્થકો સાથે કોટવાલીમાં ધરણા પર બેઠા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version