ગુજરાત
રાજકોટ ભાજપના સાંસદ આઘાતમાં મોરબી ઝૂલતો પુલ તૂટતાં બેનના પરિવારના 12 સભ્યોના મોત
રાજકોટ ભાજપના સાંસદ આઘાતમાં મોરબી ઝૂલતો પુલ તૂટતાં બેનના પરિવારના 12 સભ્યોના મોત
રાજકોટ ભાજપના સાંસદ મોહન કુંડારિયાનાં બેનના કુટુંબના મોરબી ઝૂલતા પુલની ઘટનામાં 12 સભ્યનાં મૃત્યુ થયાં છે.તેમની બેન ની જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી, ચાર જમાઈ અને સંતાનો સહિત 12 સભ્યો મોતને ભેટતા સમગ્ર મોહન કુંડારીયા અને તેમના પરિવારને મોટો આંચકો લાગ્યો છે.
મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ઝૂલતા પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.એ સમયે અંદાજે 3.5 લાખ રૂપિયા ના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. તે સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.આ પુલનો મુખ્ય ઉદ્દેશ દરબારગઢથી નઝરબાગને જોડવા નો હતો. અત્યારે આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષે સહેલાણીઓ માટે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે 7 મહિના માટે બંઘ કરવામાં આવ્યો હતો. જેની પાછળ ઓરેવા ગ્રુપના ટ્રસ્ટ દ્વારા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. .આ બ્રિજે ને મેઇન્ટેનન્સ અને ઓપરેશનની પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ જોતું હતું જોકે ઓરેવા ગ્રુપ દ્વારા નૂતન વર્ષે ઝૂલતા બ્રિજ ને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે સ્થાનિક નગરપાલિકા ના કોઈજ સત્તાધીશોને આમંત્રણ અપાયું ન હતું બાપીકી જાગીર હોય તેમ ઓરેવા ગ્રુપ પોતાની રીતે ઝૂલતો બ્રિજ ખુલ્લો મુક્યા ને માત્ર પાંચ દિવસમાં તૂટી પડતા ઓરેવા ગ્રુપ ની વિશ્વનીયતા સામે અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે 190 કરતા વધુ લોકોના મોત થવા છતાં ઓરેવા ગ્રુપ ના જયસુખ પટેલ કે તેમની કંપની ના ડાયરેક્ટરોને કોની મહેરબાની થી યુનિ આંચ પણ આવવા દીધી નથી ત્યારે તેમને બચાવવામાં કોને રસ છે તે એક તપાસનો વિષય છે.