રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેમ કહ્યુ અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપો મીડિયા હેડલાઇન્સ પર નહીં.
રૂપિયાની ઘટતી કિંમતને લઈને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ હેડલાઇન મેનેજમેન્ટ પર નહીં પરંતુ અર્થવ્યવસ્થાને સુધારવા પર ધ્યાન આપવું જોઇએ. મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે યુપીએ સરકારમાં રૂપિયો તૂટતો હતો ત્યારે પીએમ મોદી તેમની મજાક ઉડાવતા હતા.
રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને આ કહ્યુ
મોદીજી, તમે મનમોહનજીની ટીકા કરતા હતા જ્યારે ₹ નો મુલ્ય ઘટતો હતો
હવે ₹ તેના અત્યાર સુધીના સૌથી નીચા મૂલ્ય પર છે. પણ હું તમારી આંધળી ટીકા નહિ કરું.
નિકાસ માટે ₹નો ઘટાડો સારો છે જો કે આપણે નિકાસકારોને મૂડી સાથે ટેકો આપીએ અને નોકરીઓ ઊભી કરવામાં મદદ કરીએ.
આપણી અર્થવ્યવસ્થાના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરો, મીડિયા હેડલાઇન્સ પર નહીં.
Modi ji, you used to criticise Manmohan ji when ₹ fell.
Now ₹ is at its lowest ever value. But I won't criticise you blindly.
A falling ₹ is good for exports provided we support exporters with capital and help create jobs.
Focus on managing our economy, not media headlines.
— Rahul Gandhi (@RahulGandhi) May 9, 2022
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, મોદીજી, જ્યારે રૂપિયો પડતો હતો, ત્યારે તમે મનમોહનજીની મજાક ઉડાવતા હતા. જુઓ, હવે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. છતાં અમે આંખ આડા કાન કરીને તમને દોષ દેતા નથી. તમે અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો, મીડિયાની હેડલાઇન્સ પર નહીં.