રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા ગુજરાતમાં નિષ્ફળ જતા હવે તેમની વિદાય પાકી માનવામાં આવી રહી છે, સુત્રોની માનીએ તો ગુજરાતમાં રધુશર્મા કઇ ખાસ ઉકાળી શક્યા નહી,,
ઉલ્ટા તેમના આવવાથી કોંગ્રેસમાં જુથ બંધી વધુ મજબુત થઇ,,અને કોંગ્રેસના સારા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા છે,,જેનાથી નારાજ હાઇકમાન્ડ એટલે કે રાહુલ ગાંધીએ
તેમના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોપાવાનો નિર્યણ કર્યો છે,
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનો હવાલો રાજસ્થાનના મુખ્ય પ્રધાનના ખાસ ગણાતા એવા રધુ શર્માને સોપી દેવાયો હતો,,તેઓએ પણ ગુજરાતમાં કોંગ્રેસને જુથવાદમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો
પણ જે રીતે અનેક ધારાસભ્યો,,હાર્દીક પટેલ, દિનેશ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમા જતા રહ્યા તેનાથી કોંગ્રેસને ચૂંટણી સમયે અનેક પ્રકારના ઝાટકા લાગતા રહ્યા,,તે સિવાય ભરત સિહ સોલંકીનો રાશ લીલા કાંડ બાદ
તેમને પણ રાજનિતિમાંથી બ્રેક લેવાની ફરજ પડી છે,, આવી અનેક ઘટનાઓએ સાબિત કર્યો કે રધુ શર્મા ગુજરાતમાં પ્રભારી તરીકે નિષ્ફળ રહ્યા, અને ચૂટણી પક્ષને એક જુટ ન રાખી શકે તેવા સંજોગોમાં રધુ શર્માને રાહુલ ગાંધીએ
પરત રાજસ્થાન મોકલવાનો નિર્યણ કર્યો છે,અને તેમના સ્થાને મહારાષ્ટ્રના મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી નિમવાનો નિર્યણ થઇ શકે છે, બીજી તરફ એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે રાજસ્થાનમાં હવે સચીન પાયલોટ ગ્રુપ મજબુત બની રહ્યુ છે, પરિણામે હવે અશોક ગહેલોતને રઘુ શર્માની જરુરિયાત મહારાષ્ટ્રમાં છે, પરિણામે તેમને પરત રાજસ્થાન બોલાવાયા છે,
કોણ છે મુકુલ વાસનિક
મુકુલ વાસનિકને દિલ્હીમાં મહારાષ્ટ્રના એક ‘દલિત ચહેરા’ તરીકે ઓળખવામાં આવે છે.
યુવા સંસદસભ્ય રહેલા મુકુલ વાસનિક કેન્દ્રીય મંત્રીમંડળમાં રહ્યા છે અને હાલમાં તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ છે.
મુકુલ વાસનિકને રાજકીય વારસો પરિવારમાંથી મળ્યો, તેમના પિતા બાળકૃષ્ણ વાસનિક ત્રણ ટર્મ સુધી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ કૉંગ્રેસના વગદાર નેતા મનાતા હતા.
બુલડાણા લોકસભા બેઠક 2009 પહેલાં અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક હતી.
જ્યારે વિદર્ભમાં કૉંગ્રેસનું એકહથ્થું શાસન હતું, ત્યારે બાળકૃષ્ણ વાસનિકે બુલડાણા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી.
એ પછી બુલડાણા બેઠકથી ઉમેદવારી કરવાની તક બાળકૃષ્ણ વાસનિકના પુત્ર મુકુલ વાસનિકને મળી.
પચીસ વર્ષની વયે તેઓ 1984માં ચૂંટાઈને લોકસભામાં ગયા, તે લોકસભામાં તેઓ સૌથી યુવાન સભ્ય હતા.
સંસદ સભ્ય બન્યા એ પછી મુકુલ વાસનિકને એક પછી એક જવાબદારીઓ સોંપવામાં આવી.
1985માં વાસનિકને કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
1991માં ફરીથી તેઓ લોકસભામાં ચૂંટાયા અને એ સાથે જ તેમની મંત્રીપદ મળ્યું. 34 વર્ષની વયે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા.
પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડમાં વાસનિકને 1993માં માનવસંસાધન મંત્રીનું પદ મળ્યું.
2009માં મુકુલ વાસનિક રામટેક બેઠકથી જીત્યા અને કેન્દ્રીય કૅબિનેટમાં તેમને મંત્રીપદ મળ્યું.
મનમોહન સિંઘની સરકાર વખતે મંત્રીમંડળમાં વાસનિકને કેન્દ્રીય સમાજિક ન્યાયમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી.
2009માં તેમને કૉંગ્રેસના મહાસચિવનું પદ મળ્યું અને આજ સુધી તે આ પદ પર છે.
કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે લગ્નગ્રંથીથી જોડાઇને નવા જીવનની શરુઆત કરી હતી. સૂત્રોની જાણકારી મુજબ વાસનિકે દિલ્હી ખાતે ફાઇવસ્ટાર હોટલમાં રવીના ખુરાના સાથે લગ્ન કર્યા હતા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને રવીના ઘણા જૂના મિત્ર હતા અને તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાવોના નિર્ણય લીધો હતો. રવીના ખુરાના એક ખાનગી કંપનીમાં ઉચ્ચપદ ધરાવે છે.
આમ હાલ તો જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની હાલત બિચારી બાપડી છે,તેની સામે અનેક પડકારો છે, એક તરફ તો તેને સંગઠન બચાવવા અને તેમાં જીત માટે જોશ ભરવાનો પડકાર છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી સામે પણ તેને
મોર્ચો માંડવાનો છે, કારણ કે ભાજપ સામે હાલ કોંગ્રેસનો કોઇ મુકાબલો નથી, જેથી હવે મુકુલ વાસનિક સામે પણ ગુજરાત કોંગ્રેસને એક જુથ કરીને ચૂટણી લડાવવાનો પણ મોટો પડકાર હશે,