પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો
ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડે પીએસાઇની ભરતીને લઇને જે રીતે પરિણામો જાહેર કર્યા છે તેને લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ
સવાલો ઉઠાવ્યા છે, યુવરાજ સિહનો આરોપ છે કે જે રીતે પરિણામો જાહેર કરાયા છે,,તેનાથી અનામત અને બિનઅનામત કેટેગરીમાં વિસંગતતા ઉભી થઇ છે
જેથી જીપીએસસીમાં જે રીતે મેરિટ બનતુ હોય છે તેવી જ રીતે પોલીસ ભરતી બોર્ડે પણ મેરિટ લિસ્ટ બહાર પાડવો જોઇએ
गुजरात सरकार पर पीएसआइ के परिक्षा के परिणामो पर युवराज सिह जाडेजा ने उठाये सवाल pic.twitter.com/yyjWAcqYt7
— Panchat TV (@panchattv) April 29, 2022
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
યુવા નેતા યુવરાજ સિહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીઓમાં પારદર્શકતા નથી તેવા આરોપો લગાવતા રહ્યા છે, બેરોજગારો માટે
આંદોલન ચલાવતા રહ્યા છે, પેપર લીક મામલો હોય કે ભરતી કૌભાંડને લઇને તેઓ સરકાર સામે આક્રમક વલણ અપનાવતા રહ્યા છે
હવે તેઓએ પીએસઆઇના પ્રિલિમરી પરિક્ષાના પરિણામો સામે આશંકા વ્યક્ત કરી છે,, તેઓએ કહ્યુ છેકે
PSI પરીક્ષાના પ્રિલીમનરી પરીક્ષામાં વિસંગતતા થી હકદાર અને ઉમેદવારો ને અન્યાય થયો છે,
પોલીસ રિકૃટમેંટ બોર્ડ દ્વારા જે રીઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે તેમાં અનામત અને બિન અનામત કેટેગરી માં વિસંગતતાઓ ઊભી કરે છે.
અને આજ વખતે નથી ઉમેદવારોના માર્કસ રીઝલ્ટ માં જાહેર કરેલ નથી ઉમેદવારની કેટેગરી. બસ ફક્ત નામ જ જાહેર કરેલ છે..
👉ઉમેદવારો ની પ્રિલ્મ પરીક્ષા નું કટ ઓફ લીસ્ટ, મુખ્ય પરીક્ષા બાદ આપવામાં આવતા ફાઇનલ મેરીટ લીસ્ટ ની જેમ કાઉન્ટ કરીને બનાવેલ છે.
👉આ પ્રિલીમનરી જ પરીક્ષા હતી અને જસ્ટ “”કવોલિફાઈંગ રાઉન્ડ”” હતો. તો પણ મેરીટ કેટેગરી પ્રમાણે બનાવી તેથી અસમંજસતા ઉભી થઇ.
👉ખરેખર GPSC માં જે રીતે મેરીટ બનતું હોય છે તે રીતે જ બનવું જોઈએ તે રીતની વિદ્યાર્થીઓ ની માંગણી છે.
👉GPSC એ એક બંધારણીય સંસ્થા છે અને ભરતી બોર્ડ છે જેનું કામ ભરતીઓનું સંચાલન કરવાનું પણ હોય છે
તેવી જ રીતે PSIRB એ પણ એક ભરતી બોર્ડ છે જેનું કામ પોલીસ ભરતીનું સંચાલન કરવાનું છે તે કાયમી પણ નથી અને બંધારણીય પણ નથી.
👉ટૂંકમા, GPSCનું અનુકરણ કરવું એ દરેક ભરતી બોર્ડની પ્રાથમિક્તા બની જાય છે.
(જેવી રીતે , સેશન્સ કોર્ટ, રાજ્ય હાઈકોર્ટ આ બધી કોર્ટોએ ઉચ્ચતમ સુપ્રિમ કોર્ટ – નઝીરી અદાલત ચુકાદાઓનું અનુકરણ કરવાની પ્રાથમિકતા છે,
તેવી જ રીતે, ઉચ્ચતમ GPSCનું અનુકરણ કરવું એ દરેક ભરતી બોર્ડની પ્રાથમિક્તા બની જાય છે.)
👇Gpsc આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
કોર્ટના ચુકાદાઓ અનુસાર અને નિયમ અનુસાર “”પ્રિલીમ”” એ👉 ફાઇનલ સિલેકશન નથી એટલે અહીં અનામતની રીતે ગણવાનું થતું નથી (અનામત ની અહી ગણતરી કરવાની રહેતી નથી. અનામત ની ગણતરી ફાઈનલ મેરીટ લીસ્ટ માં કરવાની રહેતી હોય છે અને તે પ્રમાણે માર્કસ મૂકી રીઝલ્ટ બનાવવાનું હોઈ છે, અને અત્યારસુધી તેમ બનતા પણ આવ્યા છે.)
👉GPSC મેરીટ ગણતરીની પદ્ધતિ આદર્શ રહેતી હોય છે
બસ gpsc માં જે પદ્ધતિ વપરાય છે એટલે કોઈ રીટ કે પિટિશન કઈ થતું નથી.અહીંયા આમ નહી કરાય તો કોર્ટ કેસનો ચાન્સ રહેશે.
ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ,તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ
👉 એક વાર gpsc પ્રિલીમ પરિણામ બનાવવાની પદ્ધતિનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી લેવા દરેક વિદ્યાર્થી વિનંતી કરે છે, નહિતર રીટ/પિટિશન થશે તો PSI ભરતી અટવાઈ જશે અને સરકાર તથા ઉમેદવાર બંને હેરાન થાય.
આમ હાલ તો યુવરાજે ફરી વાર સરકારની ભરતી પ્રક્રીયા સામે સવાલ ઉભા કરીને પોલીસ ભરતી બોર્ડને શંકાના ધેરામાં નાખી દીધુ છે,
गुजरात सरकार पर पीएसआइ के परिक्षा के परिणामो पर युवराज सिह जाडेजा ने उठाये सवाल pic.twitter.com/yyjWAcqYt7
— Panchat TV (@panchattv) April 29, 2022