અમદાવાદ
બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !
બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !
ગાંધીનગરમાં આજ કાલ બે પ્રધાનો વચ્ચે ઉનાળાની કાળજાળ ગરમીંમાં કોલ્ડવોર ચાલી રહ્યુ છે,,તમને જાણીને નવાઇ લાગશે
આ લડાઇ મુખ્ય પ્રધાન પદ માટે નહી પણ પ્રસિધ્ધી માટે છે,, જેના કારણે રાજ્યના પ્રસિધ્ધી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની
બન્ને પ્રધાનોની લડાઇ વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ ગઇ છે,,
પ્રધાનો કરી રહ્યા છે મહેનત
મુખ્ય પ્રધાન વિજય રુપાણીની વિદાય બાદ તેમના અનુગામી ભુપેન્દ્ર પટેલ અને તેમની નવી ટીમ ખુબજ જોમ અને જુસ્સા સાથે
કામ કરી રહી છે, જેથી ભાજપ સરકાર આગામી દિવસોમાં વિધાનસભાની ચૂટણીમાં 182 સીટો સંગઠનના સહકારથી જીતી શકે
એ માટે દાદા સીએમ સમગ્ર ગુજરાતમાં રાજકીય સમાજિક સરકારી, ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે,, તેમના નવા પ્રધાનો પણ
ખુબ મહેનત કરીને પરસેવો પાડી રહ્યા છે, આ પ્રધાનો પૈકી બે પ્રધાનો મહેનત તો કરી રહ્યા છે,,પણ તેમની મહેનત ગુજરાતની જનતા સુધી
પહોચે તેના માટે પણ તેઓ અથાક પ્રયાસ કરતા હોય છે, તેવી ચર્ચા રાજ્યમાં પ્રસિધ્ધી વિભાગ પણ થાય છે,,
સુડી વચ્ચે સોપારી બન્યું પ્રસિધ્ધિ વિભાગ
સુત્રોની માનીએ તો ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર યોજાયું તેમા આ પ્રધાનોની કામગીરી લોકોના આંખે ઉડીને વળતે તેના માટે બન્ને
પ્રધાનોએ ખુબ પ્રયાસ કર્યા, ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં શુ ચર્ચા થઇ તેને લઇને એક ડોક્યુમેન્ટ્રી લોકશાહીના ધબકારાના નામે
પ્રસિધ્ધિ વિભાગ તૈયાર કરીને તમામ મિડીયા હાઉસને જાહેરાત પેટે મોકલતું હોય છે,અને સરકાર પોતાના તમામ સો.મિડીયા પ્લેટ ફોર્મ ઉપર
મુકતી હોય છે, હવે બન્ને પ્રધાનો વચ્ચે ખરી લડાઇ લોકશાહીના ધબકારાને લઇને થાય છે,, લોકશાહીના ઘબકારામાં અન્ય પ્રધાનો કરતા
આ બન્ને પ્રધાનોના ધબકારા વધુ ધબકે તેના માટે લડાઇ થાય છે, બન્ને પ્રધાનો પ્રસિધ્ધી વિભાગને સુચના આપે છે કે તેમના ફુટેજ અને વિડીયો
વધુ દેખાય તે પ્રામાણે મુકવામાં આવે,, ક્યારેક સિનિયર પ્રધાન પ્રસિધ્ધિ વિભાગ ઉપર હાવી થઇ જતા હતા,તો ક્યારેક જુનિયર પ્રધાન,,
ઘણી વખત તો એડિટ થઇ ગયેલી ડોક્યુમેન્ટ્રીને રિએડીટ કરાવાય છે, જેના કારણે પ્રસિધ્ધિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ
માનસિક તાણમાં આવી જતા હતા, કોનુ માનવું,, કારણ કે બન્ને કેબિનેટ કક્ષાના પ્રધાનો છે,
મનિષ સિસોદિયાની એન્ટ્રી બાદ પ્રધાન શાંત
એ સિવાય રાજ્યના એક પ્રધાનને તો રાજ્ય સરકારની તમામ કામગીરીની પારદર્શકતા જળવાય તે માટે વારં વાર પ્રસિધ્ધી વિભાગના
ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે, વારંવાર વાત ચિત દરમિયાન ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફરોની હાજરીના
અધિકારીઓની એકાગ્રતા તુટે છે, જેના કારણે અધિકારીઓને આ ગમતુ નથી, પણ પ્રધાનની ઇચ્છા હોય છે કે તેમના દ્રારા થતી તમામ
કામગીરીની નોધ લેવાય અને લોકોને જાણકારી મળે,, જો થાડાક સમયથી તેઓ વિડીયો ગ્રાફર અને ફોટોગ્રાફરોને બોલવવાનું
ટાળી રહ્યા છે, અચાનક આ બધુ બંધ થઇ જતા સચિવાલયમાં ચર્ચા શરુ થઇ છે, સુત્રો જણાવી રહ્યા છે જ્યારે મનિષ સિસોદિયા
ગુજરાતની મુલાકાત આવ્યા છે,ત્યારથી પ્રધાન શાંત થઇ ગયા છે, અને પ્રસિધ્ધિ વિભાગ પણ હવે રાહતનો દમ ખેચ્યો છે,
વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ- જાણો અમિત ચાવડાને લઇને શુ લખ્યુ
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !